પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલે આપેલી સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિકારી ભરત પટેલના માર્ગદર્શન હેઠળ કુતિયાણા કે.એસ.ગરચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોંસ્ટેબલ નટવર દુદાભાઈને બાતમી મળી હતી.
પોરબંદરના મહિયારી ગામે મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો - police arrested 1 accused
પોરબંદર: શહેરના મહિયારી ગામમાં એક મહિના પહેલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની વોચ ગોઠવતા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોતાનું નામ મહમ્મ્દ ઉર્ફે મામદો નાસિર સાહમદાર જાતે-ફકીર જણાવ્યું હતું. તેને કુતિયાણા વિસ્તારમાં આવવાનું સ્પષ્ટ કારણ પૂછતાં કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેના વિરૃદ્ધ કીર્તિમંદિર, કમલાબાઘ, બગવદર, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ હોવાનું સામે આવ્યું હતું.
પરંતુ તે આરોપીએ એકાદ મહિના પહેલા મહિયારી ગામ રામાપીરના મંદિરના પૂજારી પાસેથી રોકડ રૂ.16,500 ની લૂંટ કરી હોવાનું કબૂલ્યુ હતુ. તેમજ લૂંટમાં ગયેલા રોકડ રૂપિયા માંથી રપિયા 7000 રિકવર કરવામાં આવ્યા .આ સમગ્ર કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટાફ ASI બી.ટી.બાલસ ,HC હઠીસિંહ દેવદાનભાઈ ,PC નટવર દુદાભાઈ, ભરત ભોજાભાઈ અને અલ્તાફ હુસેનભાઇ વગેરે જોડાયાં હતા.