પોરબંદરઃ નગરપાલિકા વિસ્તારમાં ફાયરબ્રિગેડની પૂર્વ બાજુએ સ્લમ વિસ્તાર માટે બનાવવામાં આવેલા ઉમ્મીદ કેન્દ્ર બનાવવાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પોરબંદર નગરપાલિકાના 2016-17ના ઓડિટ દરમિયાન ધ્યાને આવેલી મહત્વની નાણાકીય અનિયમિતતાઓના સંદર્ભમાં નગરપાલિકાના વિધાનસભા અહેવાલમાં સમાવેશ કરવા સૂચિત ફકરા નંબર-26ની નકલના આધારે કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાને કર્યો છે.
રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારની UDP 78 સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સ્લમ એરિયાના લોકોને હુન્નર માટે તાલીમબદ્ધ કરવાના હેતુથી ફાયર બ્રિગેડની પાછળ નવું ઉમ્મીદ કેન્દ્ર બનાવવા માટે રૂપિયા 48,60,600ની ગ્રાન્ટ આપવામાં આવી હતી.
પોરબંદર નગરપાલિકાના ઉમ્મીદ કેન્દ્રના બાંધકામના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતાએ કર્યો આ કામ તારીખ 17/10/2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. રેકોર્ડ પ્રમાણે આ કામ 17/8/2016ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યા અનુસાર કોઈપણ ટેન્ડરની જાહેરાત માર્ગદર્શિકા મુજબ સ્થાનિક અમદાવાદ અને અંગ્રેજી ન્યૂઝ પેપરમાં આપવાની હોય છે, પરંતુ આ ટેન્ડરની જાહેરાત માત્ર એક જ ન્યૂઝપેપરમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત ટેન્ડર નોટીસ અને સબમિટની સમય મર્યાદા માત્ર 8 દિવસ જ આપવામાં આવી હતી. આ ઉપરાંત સિક્યુરિટી ડિપોઝિટના રૂપિયા 4,67,294 લેવા પાત્ર નથી, પરંતુ સંસ્થા દ્વારા 1,48,024ની સિક્યુરિટી ડિપોઝિટ લીધી છે. આમ 3,19,270ની ડિપોઝિટ ઓછી લીધી છે.
રામદેભાઇ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રોયલ્ટી નો ડ્યુ સર્ટિફિકેટ લેવામાં આવ્યું નથી તથા નવ માસમાં પૂર્ણ કરવાના બદલે આ કાર્ય પૂર્ણ કરવામાં એક માસ અને એક દિવસનો વિલંબ પણ કર્યો હતો. જ્યારે હાલ આ ઉમ્મીદ કેન્દ્ર ધૂળ ખાઈ રહ્યું છે અને ત્યાં કોઈપણ પ્રકારની ઉમ્મીદને લગતી તાલીમ આપવામાં આવતી નથી. તેનો ઉપયોગ પણ અન્ય લોકો કરી રહ્યા છે, આ ઉમ્મીદ કેન્દ્રને ખંડેર બનાવી દેવામાં આવ્યું છે. આ તમામ કામગીરીમાં કુલ 4,86,164 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ રામદેવભાઇ મોઢવાડિયાને કર્યો છે. જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. જ્યારે આ બાબતે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે આ બાબતે વાત કરતા તેમને ફોન કટ કરી દીધો હતો. અન્ય અધિકારીઓને પૂછવા જતા તેમને એકબીજાને ખો આપી હતી.
30 જૂન -પોરબંદરના કમલાબાગના રીપેરીંગ કામમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: રામદેવ મોઢવાડીયા
પોરબંદરના કોંગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડિયાએ પોરબંદર નગરપાલિકામાં 2016-17 દરમિયાન કમલાબાગ રિનોવેશન કામમાં પ્રજાના નાણાનો દૂરપયોગ થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ આ કામમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નગરપાલિકાને 43 લાખનું નુકસાન કર્યુ હોવાનું જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લાના કમલાબાગ રિનોવેશન માટે રૂપિયા 2,72,33,399ના કામમાં તાંત્રિક મંજૂરી તારીખ 27 જૂન 2015ના રોજ આપવામાં આવી હતી. ટેન્ડર મેન્યુઅલ ક્લોઝના બે મુજબ 25 લાખથી ઉપરના ટેન્ડર નિવેદન એક લોકલ પેપરમાં અમદાવાદથી પ્રસિદ્ધ તથા દૈનિક પત્રમાં જાહેરાત આપવાની હોય છે. પરંતુ આ ટેન્ડર નિવિદા માત્ર એક જ પોરબંદરથી પ્રસિદ્ધ થતાં પેપરમાં આવી હતી.