- પોરબંદરના નર્સ બહેન મંજુલાબેન સરવૈયાની ફરજ સેવાને બિરદાવાઇ
- કોરાનામાં માતા પિતા ગુમાવ્યાનો આઘાત છતા બીજા દિવસે કોરાનાના દર્દીઓની સેવામાં લાગી ગયા કોરાના વોરિયર
- મંજુલાબેનપોતાના દુખ દર્દ ભુલીને દર્દીઓની સેવા કરે છે આ નર્સ
પોરબંદર: કોરોના મહામારીમાથી દર્દીઓને બહાર લાવવા માટે ફ્રન્ટ લાઇન વર્કર્સ સામાજિક જવાબદારી ભુલીને દિવસ રાત દર્દીઓની સારવારમાં કાર્યરત છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા મંજુલાબેન સરવૈયાના રાજકોટ સ્થિત માતા-પિતાનું કોરોનાની મહામારીમાં અવસાન થયું છતા બીજા દિવસે જ જીવનના તાજા આઘાતને ભૂલી દદીની સેવામાં લાગી ગયા હતા. મંજુલાબેને લોકોના તબીબો અને નર્સીંગ બહેનો પ્રત્યેના ઇશ્ર્વરસ્વરૂપ ભરોસાને સાર્થક કર્યો છે. રાજય સરકારના દર્દીઓની હાલ તાત્કાલિક સેવાના અભિયાનમાં તેઓ પ્રેરીત બન્યા છે.
પોરબંદરના નર્સ મંજુલાબેન સરવૈયાની ફરજ સેવાને બિરદાવાઇ પોતાના દુખ દર્દ ભુલીને દર્દીઓની સેવા કરે છે.વૈશ્વિક મહામારી કોરોનામાં દર્દીઓની સેવા કરતા સ્ટાફના પણ પરિવારજનોના દુખદ નિધન થાય ત્યારે કોરાના વોરિયર બધું જ ભુલીને દર્દીઓની ચિંતા કરે છે. કોરોના વાયરસથી લોકોને બહાર લાવવા માટે ડોકટર્સ, નર્સ સ્ટાફ સહિતના કોરોના વોરીયર્સ સતત ફરજ બજાવી રહ્યા છે.સરકારી તબીબો,નર્સીગ સ્ટાફ અને વહીવટી તંત્રના અધિકારીઓ હોસ્પિટલમાં યુધ્ધના ધોરણે વધતી જતી જરૂરીયાતોને પહોંચી વળવા કામ કરી રહયા છે. પોતાના દુખ દર્દ ભુલીને દર્દીઓની સેવા કરે છે. આ પણ વાંચો : રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે
સ્ટાફ દ્વારા દિવંગતોને શ્રધ્ધાસુમન કરાયા હતા અને મંજુલાબેનને સાંત્વના આપી
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સેમી આઇસોલેશન વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતા મંજુલાબેન સરવૈયાએ પોતાના માતા-પિતા કોરોના મહામારીમાં ગુમાવ્યાં છે. મંજુલાબેને કહ્યુ કે, રાજકોટ સ્થિત મારા માતા-પિતા બન્ને કોરોના વાયરસ સંક્રમીત હતા અને આ વાયરસથી બન્ને ના નિધન થયા છે.એક દિવસ બાદ હું દર્દીની સેવામાં પોરબંદર હોસ્પિટલમાં કાર્યરત થઇ ગઇ છું. સ્ટાફ દ્વારા દિવંગતોને શ્રધ્ધાસુમન કરાયા હતા અને મંજુલાબેનને સાંત્વના આપી હતી. મંજુલાબેન જેવા ઘણા કોરોના વોરીયર્સ હશે જેમણે પોતાના મિત્રો, સ્વજનો આ મહામારીમાં ગુમાવ્યા હશે તેમ છતા દર્દીઓની સારવારમાં સતત કાર્યરત રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે.