ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar NSUI Protest : સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવી પ્રાર્થના સાથે પોરબંદર એનએસયુઆઈએ કૈલાસપતિને આવેદન આપ્યું - કૈલાસપતિને આવેદન

ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવાદો માટે ઉમેદવારો માટે અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ શમવાનું નામ નથી લઇ રહ્યો. આજે પોરબંદર એનએસયુઆઈ દ્વારા કૈલાસપતિને આવેદનપત્ર આપી ભગવાન સરકારને સદબુ્દ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Porbandar NSUI Protest : સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવી પ્રાર્થના સાથે પોરબંદર એનએસયુઆઈએ કૈલાસપતિને આવેદન આપ્યું
Porbandar NSUI Protest : સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવી પ્રાર્થના સાથે પોરબંદર એનએસયુઆઈએ કૈલાસપતિને આવેદન આપ્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 10:23 PM IST

ભગવાન તમે જ ભરોસો છો વિદ્યાસહાયકોનો

પોરબંદર : રાજ્ય સરકારે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો માટે અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના બહાર પાડી છે. જેને લઇને TET-TAT ના ઉમેદવારો નિરાશા જોવા મળી છે, હજારો ઉમેદવારો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ સરકાર આંખ આડા કાન કરીને બેસી રહેવાનું નક્કી કરી લીધુ હોય તેમ ચુપચાપ રહી કોઇ પ્રત્યુત્તર આપતી નથી. આ બાબતે આજે પોરબંદર એનએસયુઆઈ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં જઇને કૈલાસપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સરકાર સાંભળવા જ તૈયાર નથી : આ યોજના માટે થોડા દિવસો પહેલા ફોર્મ ભરવાની જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી છે. જેમને લઇને હજારો ઉમેદવારો તેમજ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ સરકાર કોઇનો અવાજ સાંભળવા જ તૈયાર હોતી નથી તેમ બધું જોવે છે તેવી ટીકા પોરબંદર એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ કરી રહ્યાં છે.

એક બાજુ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિતે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરે છે શિક્ષકોને સન્માનિત એવોર્ડ આપી ન્યુઝ ચેનલોમાં અને પેપરોમાં મોટી મોટી જાહેરાતો આપે છે. આજનો શિક્ષક બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે, વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે એવી વાતો કરે છે.ે બીજી બાજુ જે ટેટ અને ટાટ પાસ કરેલા ભાવિ વિદ્યાસહાયકો છે તે પોતાના હક માટે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરે છે તો તેમની પોલીસ દ્વારા અટકાયત કરાવી તેમની સાથે જુલમ કરે છે. મોટી મોટી જાહેરાતો અને નાટકોથી નહી પરંતુ જો સાચી રીતે શિક્ષકોનું સન્માન કરવું હોય તો આ ભાવિ વિદ્યાસહાયકોની કાયમી ભરતી કરી જ્ઞાનસહાયક યોજના રદ કરવી જોઇએ...કિશન રાઠોડ (મહામંત્રી, ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ )

સરકારને ભગવાન સદ્દબુદ્ધિ આપે તેવી એનએસયુઆઈની પ્રાર્થના : કિશન રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી આ પરીક્ષા તેમજ નોકરીને પોતાનુ લક્ષ્ય માનીને મહેનત કરતા ભાવિ શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બની જાશે, 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પ્રાર્થના આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવજીનો કરી હતી. સરકારને ભગવાન સદ્દબુદ્ધિ આપે અને આ યોજના રદ કરવાની ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

આવેદનપત્રમાં શું કહ્યું : પોરબંદર એનએસયુઆઈ દ્વારા કૈલાસપતિને અપાયેલા આવેદનપત્રમાં કહ્યું છે કે રસ્તા પર આવી વિરોધ કર્યો, રજૂઆતો કરી કોઇ સાંભળતું નથી. હવે તો ભગવાન તમે જ ભરોસો છો વિદ્યાસહાયકોનો. આમ પોરબંદર એનએસયુઆઈ દ્વારા વિદ્યાસહાયકોના સમર્થનમાં શિવજીની પૂજાઅર્ચના કરી તેમની સમક્ષ આવેદન ધર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ, જયદીપ સોલંકી,રાજ પોપટ,ઉમેશરાજ બારૈયા,યશ ઓઝા,ચિરાગ વદર,પાર્થ ઉનડકઠ, યશરાજસિંહ ચુડાસમા વગેરે જોડાયા હતાં.

  1. Gandhinagar News : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતાં ઉમેદવારોને એસપી કચેરી બેસાડી દીધાં, વ્યથા અને આક્રોશનો જુવાળ
  2. Banaskantha News : TET અને TAT પાસ વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  3. Khel Sahayak Bharti : શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન અને ખેલ સહાયકની કોન્ટ્રાક્ટકરાર આધારિત ભરતી થશે

ABOUT THE AUTHOR

...view details