ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરતા હોય છે. પોરબંદરમાંથી પણ અનેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ પેપર લીક જેવી ઘટનાથી અનેક વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય છે. આથી, આવી ઘટનાઓ બનતી અટકાવવા NSUI કાર્યકરો દ્વારા બેરોજગાર યુવાનોની મસ્તી બંધ કરો અને નોકરી આપવાના નારા લગાવ્યા હતાં.
બિન સચિવાલય પરીક્ષાના પેપર લીક બાબતે પોરબંદર NSUIએ નોંધાવ્યો વિરોધ - PORBANDAR NEWS
પોરબંદર: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી બિન સચિવાલય સહિતની પરીક્ષામાં પેપર લીક બાબતે અને ગેરરીતિઓ તેમજ શિક્ષણમાં થતા ભ્રષ્ટાચાર અને બેરોજગારીના વિરોધમાં પોરબંદર NSUI દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો .
NSUI એ નોંધાવ્યો વિરોધ
ત્યારબાદ પોલીસ દ્વારા અંદર ન જવા દેવામાં આવતા કાર્યકરોએ રામધૂન બોલાવી ‘સરકાર કો સનમતી દે ભગવાન’ ધૂન બોલાવી હતી, ત્યારે અંતે પોલીસ દ્વારા તમામને અધિક કલેક્ટરને મળવાની પરમિશન આપી હતી અને સ્પર્ધત્મક પરીક્ષાઓના પગલે કડક વલણ રાખિ યોગ્ય કરવા NSUIના પ્રમુખ કિશન રાઠોડે અધિક જિલ્લા કલેક્ટર તન્નાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.