ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: છાયાનગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી, 82 એજન્ડા મંજુર કરાયા

પોરબંદર છાયા નગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. વિવિધ જાહેર સ્થળોની જાળવણી માટે 50 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. પોરબંદર નગરપાલિકા જનરલ બોર્ડની બેઠક આજે પાલીકા પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

છાયાનગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી
છાયાનગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી

By

Published : Apr 25, 2023, 12:02 PM IST

Updated : Apr 25, 2023, 4:01 PM IST

છાયાનગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી

પોરબંદર: જન્માષ્ટમીના મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર પાલિકાની જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા એજન્ડામાં ગત 2023 નાં વર્ષ દરમ્યાન પાલીકાનાં જુદા-જુદા વિભાગના કામો તથા ખરીદી સબંધે ખર્ચાની ગાઈડલાઈન મુજબનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકાનાં માલ-સામાનનો, ભંગારની હરાજીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જન્માષ્ટમીમાં મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. એજન્સી મારફતે સેવક કોન્ટ્રાક્ટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

ખેદ વ્યક્ત: પોરબંદર છાયા નગરપાલિકા જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં 82 જેટલા ઠરાવ પાસ કર્યા બાદ વિરોધ પક્ષના કાઉન્સિલર ફારૂક સૂર્યા એ પાણી મુદ્દે રજૂઆત કરવા ઉભા થયા તેજ સમયે બેઠક પૂર્ણ થઈ છે. તેવું જાહેર કરી પાલિકા પ્રમુખે કોઈ જવાબ ન આપી જનરલ સભામાંથી તમામ સભ્યો બહાર નીકળી ગયા હતા.પાણી મુદ્દે પાલિકા પ્રમુખના આવર્તન લઈ ખેદ વ્યક્ત કર્યો હતો.

50 લાખનો ખર્ચ: નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને નવા વધેલા લઘુતમ વેતનનો દર મુજબ વેતન ચુકવવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. 2023-24 દરમિયાન નગરપાલિકા તરફથી જુદી-જુદી કોર્ટમાં કેસો અંગે વકીલને રોકવા અલગ 82 જેટલા એજન્ડા રજૂ તથા વકીલાતની ફી તથા આ અંગેના અન્ય ખર્ચનાં બીલો ચુકવવા 20 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો.

આ પણ વાંચો Water Crisis in Porbandar : 12 દિવસથી પાણી વિના ટળવળતા વિસ્તાર, પોરબંદરમાં પાણીની પારાયણ

ખર્ચ મંજુર:પોરબંદર પાલિકા સંચાલિત ફુવારા, દુલીયા ક્રિકેટ બાગ-બગીચા, ગ્રાઉન્ડ, માછલીઘર સહિતનાં સ્થળોને જાળવણી માટે 50 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલીકાનાં અલગ અલગ વિભાગોનાં વાર્ષિક ખર્ચ માટેની રકમ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ગ-3 અને 4 નાં કોન્ટ્રાક્ટ બેઝ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતનાં વિકાસના કામો માટે ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

Last Updated : Apr 25, 2023, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details