ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર પાલિકાએ જાહેરમાં થૂંકવા બદલ એક શખ્સને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો - Porbandar municipality

પોરબંદર શહેરમાં ગંદકીને અટકાવવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે તેમજ જાહેર સ્થળો પર થૂંકનારાઓ પાસેથી દંડ લેવાનો નિયમ ઘણા સમયથી ચાલી આવી રહ્યો છે. ત્યારે શહેરમાં એક પાનના ધંધાર્થીને 500 રૂપિયાનો દંડ ફટકારવવામાં આવ્યો છે.

porbandar corporation
porbandar corporation

By

Published : Mar 17, 2020, 2:11 AM IST

પોરબંદરઃ શહેરમાં ગંદકી અટકાવવા અને સ્વચ્છતા જાળવવા માટે જાહેર સ્થળો પર થૂંકતા લોકો પાસે થી 500 રૂપિયા દંડ કરવાનો નિયમ વર્ષોથી બનાવવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનામાં 4000 જેટલા જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકાર્યો છે.

ત્યારે હવે કોરોના વાયરસના ભયના પગલે અને રાજ્ય સરકારે આપેલ સૂચનાના કારણે પોરબંદર પાલિકાએ પણ જાહેરમાં થૂંકવા બદલ એક પાનના ધંધાર્થીને 500 રૂપિયાનો દંડ કર્યો છે. જે દંડની પહોંચની તસ્વીર હાલ સોશિયલ મીડીયા મા પણ વાઈરલ થઇ છે અને લોકો એ પણ પાલિકાના આ પગલાને આવકાર્યું છે.

ઘણા લોકોએ પાલિકાને ગંદકી દૂર કરવાના મેસેજ પણ કર્યા છે. સ્વચ્છતા પ્રિય ગાંધીજીના જન્મ સ્થળમાં પોલીથીન બેગ પણ વેંચાઇ રહી છે. તેના પર પણ કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details