ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી - પોરબંદર ન્યૂઝ

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા આજે ભગવાન દ્વારકાધીશની સાંજે સાત વાગ્યાની ધજા ચઢાવવામાં આવી હતી.

porbandar
porbandar

By

Published : Apr 5, 2020, 9:39 PM IST



પોરબંદરઃ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ કોરોનાવાયરસનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે લોકડાઉનમાં દેશભરના મંદિરોને યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પરંતુ મંદિરોમાં અંદરની તમામ પ્રક્રિયાઓ મંદિરમાં પુજારી દ્વારા ચાલુ રાખવામાં આવે છે.

ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા દ્વારકાધીશ મંદિર ઉપર રોજની ૫ ધ્વજા ચડાવવામાં આવે છે. લોકડાઉન બાદ ધજા ચડાવનાર યજમાન અહીં આવી ન શકતા દ્વારકા ગૂગળી 505 સમિતિ દ્વારા યજમાનો વતી આ ધ્વજા ચઢાવવામાં આવે છે. રવિવારે સાંજે સાત વાગ્યાની ધ્વજા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડકુ દ્વારા ચઢાવવામા આવી હતી.

ABOUT THE AUTHOR

...view details