પોરબંદર: સાંસદ રમેશ ધડુક તાજેતરમાં પોરબંદર આવ્યા હતા અને પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારીયાની જન્મદિવસની ઉજવણી સમયે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત અનેક લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. આ તમામ એકબીજાની નજીકમાં ઉભા હતા.
પોરબંદરના સાંસદ રમેશ ધડુકે સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ઉલ્લંઘન કર્યું - સાંસદ રમેશ ધડુક દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલ્લંધન
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જણાવી રાખવા અપીલ કરી રહી છે. ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો.
સાંસદ રમેશ ધડુક
જ્યાં એક બાજુ નેતાઓ લોકોને નિયમના પાલનનો સંદેશો આપતા હોય છે ત્યારે પોતે જ નિયમનો ભંગ કરે છે. અગાઉ પણ પોરબંદરમાં અનેકવાર લોકોની મુલાકાત સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના અનેક નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.