ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અંગે વિવાદિત નિવેદનો આપનાર પોરબંદરના મૌલવી વાસીફ રઝાની ધરપકડ - Controversial Statements on National Flag Anthem

રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનના અપમાનના ગુનામાં પોરબંદરના મૌલવી વાસીફ રઝાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વોટસઅપ ગૃપમાં પૂછેલા પ્રશ્નના જવાબ આપવામાં વિવિધ સમૂહના લોકો વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવું નિવેદન કરતા ફરિયાદ નોંધાઈ હતી

porbandar-maulvi-wasif-raza-arrested-for-controversial-statements-on-national-flag-and-anthem
porbandar-maulvi-wasif-raza-arrested-for-controversial-statements-on-national-flag-and-anthem

By

Published : Aug 13, 2023, 7:57 AM IST

Updated : Aug 13, 2023, 8:22 AM IST

મૌલવી વાસીફ રઝાની ધરપકડ

પોરબંદર:ભારતીય રાષ્ટ્રધ્વજને મુસ્લિમો દ્વારા સલામી આપી શકાય નહીં અને રાષ્ટ્રગીતમાં પણ અમુક શબ્દોને લીધે તે ગાઈ શકાય નહીં તેવા પ્રકારનું જ્ઞાાન આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ત્રણ મુસ્લિમ સમાજના યુવકોએ આપઘાત પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મૌલવીનો ઓડિયો વાયરલ થતા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનું અપમાન કર્યાનો ગુન્હો નોંધાયો હતો.

'મુસ્લિમ સમાજના લોકો બહાર-એ-શરીફ નામના એક whatsapp ગ્રુપમાં એક ઓડિયો કલીપ કોઈએ મૂકી હતી. જેમાં ધાર્મિક પ્રશ્નોત્તરી કરવામાં આવતી હતી અને તેમાં મૌલાના વાસીફ રઝા જેઓ આ ગુપના એડમીન હોય તેઓ જવાબ આપતા હોય જેમાં તેઓએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ બાબતે પોતાના વક્તવ્યમાં શરિયત વિરુદ્ધ હોવાનું જણાવતા હતા. આ બાબતે ત્રણેય યુવાનો જેમાં શકીલ કાદરી, સોહિલ પરમાર અને ઈમ્તિયાઝ હારુને વિરોધ કર્યો હતો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિવાદ સર્જાયો હતો.' -ભગીરથ સિંહ જાડેજા, એસ.પી, પોરબંદર

તમામ બાબતે પોલીસ તપાસ કરશે:પોરબંદર કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે મોડી રાતે અઝીમ યુનુસ કાદરી નામના શખ્સે નગીના મસ્જિદના મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નગીના મસ્જિદના મૌલાના વસીમ રઝા વિરુદ્ધ ઇન્વેન્સન ઓફ ઇન્સલ્ટ ટૂ નેશનલ એક્ટ 2, 3 અને સી.આર.પી.સી 153, 153 (a), (b), 505, 505(1) મુજબનો ગુન્હો નોંધી તેની કીર્તિમંદિર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

'મૌલાનાએ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત મુસ્લિમોએ ન અનુસરવું જોઈએ તેવું વિવાદિત નિવેદન આપતા કેટલાક યુવાનો તેની પાસે આ બાબતનું પ્રુફ માંગવા ગયા હતા. કોઈ બુકમાં લખેલ હોય તો બતાવવા જણાવ્યું હતું તેથી આ વિવાદ સર્જ્યો હતો અને યુવાનો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ નગીના મસ્જિદના મૌલવી વસિમ રઝા એક પગારદાર મૌલવી છે અને તે યુપીનો રહેવાસી હોવાનું અને કોઈ ધર્મગુરુ નથી.' -અઝીમ યુનુસ કાદરી, ફરિયાદી

મૌલવીની કબુલાત: પોરબંદરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, જે વોઈસ ક્લીપ ફરતી થઈ છે તે અનુસંધાને વાસીમ રઝાની પૂછપરછ કરવામાં આવી છે અને તેણે પોલીસ સમક્ષ એવું કબુલ્યું છે કે આ અવાજ તેમનો જ છે અને તેમણે જ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

  1. Porbandar Crime: 'મુસ્લિમોથી જન ગન મન ન ગવાય....', મૌલવીની આ વાતનો વિરોધ કરનારા 3 યુવકોએ કર્યો આપઘાતનો પ્રયાસ, મૌલવીની ધરપકડ
  2. Mumbai Crime News: એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી કરતી ટોળકીના 2 આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ
Last Updated : Aug 13, 2023, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details