પોરબંદર માલધારી સમાજ દ્વારા સ્વ.મ્યાંજર ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય - LRD આંદોલન
માલધારી સમાજ દ્વારા LRD ભરતી પરીક્ષામાં અન્યાય બાબતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આ લડતમાં જૂનાગઢના માલધારી સમાજના ભાઈએ પોતાના દીકરાઓના ન્યાય ન મળતા આત્મહત્યા કરી હતી. ત્યારે પોરબંદરના માલધારી સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
પોરબંદરઃ LRD આંદોલનની લડતમાં જૂનાગઢના માલધારી સમાજના મ્યાંજરભાઈએ પોતાના દીકરાઓને ન્યાય ન મળતા ગળે ફાંસો ખાઈને કચેરીમાં આત્મ હત્યા કરી હતી. જેમને આત્માને શાંતિ માટે બુધવારના રોજ પોરબંદર માલધારી સમાજના લોકો દ્વારા કોલીખડા ગામે જઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારના જનોને સાન્તવના પાઠવી હતી.