પોરબંદર : શહેર એ સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે. દેશને આઝાદી અપાવનાર આ મહાત્મા ગાંધીજીની ભૂમિ પર કીર્તિમંદિરની મુલાકાતે દેશ વિદેશથી હજારો લોકો આવતો હોય છે, ત્યારે આજે એક વિદેશીઓ લોકો સમુદ્ર સફરેથી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. સાડા ત્રણ કલાક પોરબંદરમાં રોકાઈ કીર્તિમંદિર સહિતના સ્થળોની મુલાકાત લઈને અભિભૂત થયા હતા.
વિદેશીએ માણ્યું પોરબંદર : એક સમય હતો, જ્યારે ગાંધીજી કેસ લડવા માટે પ્રિટોરિયા જતા હતા અને ટ્રેનમાં રંગભેદની નીતિનો ભોગ બન્યા હતા. તેમને ટ્રેનમાંથી નીચે ધકેલી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ રંગભેદની નીતિનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો અને આંદોલનો કર્યા હતા. આ ઉપરાંત ભારતને આઝાદી અપાવવામાં પણ મુખ્ય ભૂમિકા ગાંધીજીએ ભજવી હતી. આથી અનેક લોકો દેશ-વિદેશથી ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર આવે છે. ત્યારે આજે પોરબંદરમાં પણ વિદેશથી 120 જેટલા લોકો સમુદ્રની સફર કરી કીર્તિ મંદિર દર્શન અર્થે આવ્યા હતા.
વિદેશી પર્યટકોએ ગાંધીજી વિશે શું કહ્યું :વિદેશી પર્યટકોએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ વિશ્વને એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. તેઓને કેમ ભૂલી જઈએ ગાંધીજીએ પોતાનું જીવન અન્ય લોકો માટે સમર્પિત કર્યું હતું. સત્ય અને અહિંસાનો સંદેશો આપ્યો હતો. આજે આ ધરતી પર આવીને સત્યતા અનુભવી છે.
16 દિવસની સમુદ્રની સફરે વિન્ટેજ ડીલક્ષ જહાજ :સામાન્ય રીતે લોકો બસમાં કે ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. પરંતુ સમુદ્રની સફર ખેડવી પણ એક હવે શોખ બન્યો છે, ત્યારે વિદેશીઓ પણ હવે આ શોખ ભરપૂર માણે છે. વિન્ટેજ ડીલક્ષ નામના જહાજમાં 16 દિવસની સફરે દેશ વિદેશમાંથી 120 જેટલા વિદેશીઓ પ્રવાસે નીકળ્યા છે. જેમાં યુ.કે, યુ.એસ., ચીન જાપાન, ફ્લોરિડા સહિત વિવિધ દેશોમાંથી હાઈફાઈ સુવિધા સાથે આ જહાજમાં પ્રવાસ ખેડી રહ્યા છે.