ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર લોકસભા બેઠકમાં ૧૧,૨૪,૧૭૪ મતદારોનો ઉમેરો - voters

પોરબંદર: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૩ એપ્રીલના રોજ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે મતદારો સબંધી આંકડાકીય વિગતો પ્રત્યે દ્રષ્ટીપાત કરવામાં આવે તો ૧૯૭૭માં પોરબંદર લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ૧૯૭૭માં આ બેઠક પર ૨,૬૨,૩૯૬ પુરૂષ અને ૨,૬૨,૮૮૯ મહિલા મતદારો તેમ મળી કુલ ૫,૨૫,૨૮૫ મતદારો નોંધાયેલા હતા.

મતદારોમાં વધારો

By

Published : Mar 23, 2019, 12:21 PM IST

૧૯૭૭ની સરખામણીએ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ૮,૫૯,૧૩૧ પૂરૂષ, ૭,૯૦,૪૫૯ મહિલા અને ૨૦ અન્ય તેમકુલ ૧૬,૪૯,૬૧૦ મતદારો નોંધાયા છે. એટલે ૧૧,૨૪,૧૭૪ મતદારોનો ઉમેરો થયો છે. આ સિવાય૧૯૭૭ થી ૨૦૧૯ની ગણતરીમાં૪૨ વર્ષમાં ૧૧-પોરબંદર લોકસભા બેઠક પર નવા ૧૧,૨૪,૧૬૪ મતદારોનો વધારો થયોછે.

૧૯૭૭માં પોરબંદર લોકસભા બેઠક પર ૫૨.૬૦ ટકા મતદાન થયું હતું. તા.૧૬-૩-૧૯૭૭ના રોજ મત ગણતરી થતા ઇન્ડીયન નેશનલ કોંગ્રેસનાં ધામી રમણીકલાલ કાબાભાઇ સામે બી.એલ.ડી નાં ધર્મશીભાઇ ડાહયાભાઇ ૨૪,૪૨૯ મતથી વિજેતા થયા હતા. બી.એલ.ડીનાં ઉમેદવારને ૧,૪૩,૨૫૨ અને કોંગ્રેસના ઉમેદવારને ૧,૧૮,૮૨૩ મત મળ્યા હતા.

આ ઉપરાંતઆજેલોકસભા મતદાર વિભાગ માટે જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદર ખાતેનોટીસ જારી કરી છે. જે મુજબ તા.૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી જાહેર રજા સિવાયકોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે તથા ભરાયેલા ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૫ એપ્રિલના રોજ સવારના ૧૧ કલાકથી હાથ ધરવામાં આવશે તેમજ ૮ એપ્રિલના રોજ બપોરના ૩ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. મતદાન કરવાનું થશે તો ૨૩ એપ્રિલનાં રોજ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા વચ્ચે મતદાન કરાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.


ABOUT THE AUTHOR

...view details