ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર LCBએ પ્રોહિબિશન ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો - જૂનાગઢ રેન્જ

જૂનાગઢ રેન્જની પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડા પાડવા ખાસ ડ્રાઈવ યોજી હતી, જે અંતર્ગત પ્રોહિબિશન ગુનાનો એક વોન્ટેડ આરોપી ઝડપાયો હતો. પોરબંદર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગંડિયાવાળા નેસ ખાતે વોન્ટેડ આરોપી ફરી રહ્યો છે. એટલે પોલીસે ત્યાં પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.

પોરબંદર LCBએ પ્રોહિબિશન ગુનાના નાસતાફરતા આરોપીને ઝડપી પાડ્યો
પોરબંદર LCBએ પ્રોહિબિશન ગુનાના નાસતાફરતા આરોપીને ઝડપી પાડ્યો

By

Published : Dec 29, 2020, 1:04 PM IST

  • પોરબંદર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીની કરી ધરપકડ
  • પોરબંદર એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આરોપીની બાતમી મળી હતી
  • ગંડિયાવાળાનેસ ખાતેથી પોરબંદર પોલીસે આરોપીની ધરપકડ કરી

પોરબંદરઃ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનાનો અને છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપી કરસન જેસા મોરી (ઉં.વ. 32 રહે. ફૂલઝળ નેસ, તા.રાણાવાવ જિ. પોરબંદર વાળા) રાણાવાવ ખાતે ફરી રહ્યો છે. પોલીસે આ ગુનાના ઓરોપીને ગંડિયાવાળાનેસ ખાતેથી ઝડપી લીધો હતો. આગામી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોપીને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્યાર સુધી ક્યાં હતો અને બીજા કયા ગુનામાં આ આરોપી સંડોવાયેલો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details