- પોરબંદરમા 13 મોટર સાઇકલની ચોરી કરતા 4 આરોપીઓને ઝડપતિ ક્રાઇમ બ્રાન્ચ
- રાજકોટથી ચોરી કરી સસ્તા ભાવે પોરબંદરમાં બાઇક વેચતા 4 આરોપીઓની ધરપકડ
- પોરબંદર એલ.સી.બી.કિંમત રૂપિયા 3,80,000/- ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી
પોરબંદરઃ જિલ્લામાં ઇ.ગુજકોપ તથા મોબાઇલ પોકેટકોપની મદદથી રાજકોટ સીટીના અલગ-અલગ વિસ્તારમાંથી 12 તથા પોરબંદર રાણાવાવ વિસ્તારમાંથી 1 બાઇકની ચોરી કરતા 4 શખ્સોએ કુલ-13 બાઇકની ચોરી કરી હતી. આ બાઇક ચોરોને પોરબંદર એલ.સી.બી.કિંમત રૂપિયા 3,80,000/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને કુતિયાણા રાણાવાવ રોડ પરથી ઝડપી લીધા હતા.
પોરબંદર જિલ્લામા બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધવા માટે તેમજ વાહન ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકીંગની કામગીરી કરી શંકમદ શખ્સોને તપાસવા તમામ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના આધારે LCB સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે બે શખ્સ નાનજી ઉર્ફે સગર ઉર્ફે બાબુ ભીમાભાઇ સોલંકી, સંતોષ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ પાલા ઉપર શંકા જતા તેમને રોકી ઉંડાણ પૂર્વક પુછપચ્છ કરતા બન્ને શખ્સોએ રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી બીજા પણ 12 જેટલી બાઇકોની ચોરી કરીને અમીત દિલીપભાઇ કારેણા તથા રાજુ બાબુભાઇ ખુંટીને આપી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ -13 બાઇક સાથે 4 શખ્સોની ધરપકડ કરી હતી.