ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી પોરબંદર LCB - LCB સ્ટાફ

પોરબંદર : રેન્જના IGP મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહની પ્રવૃતિ ને નાબુદ કરવા માટેની ખાસ સુચના થયેલ હતી. જે અનુસંધાને LCB PI એમ.એન. દવે તથા PSI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

etv bharat

By

Published : Nov 16, 2019, 1:40 AM IST

HC બટુકભાઇ વિંઝુડાને મળેલ ચોક્કસ હકીકત આધારે રેડ કરતા બરડાડુંગર પડતર જગ્યામાં દેશીદારૂનો જથ્થો ઝપ્રાત કરવામાં આ્ખીયો છે. દેશી દારૂની હેરાફેરી કરતા કાના ઉર્ફે કારડી નાથા કોડીયાતર ,જેસા વેજા મોરી, તા. રાણાવાવવાળાને દેશી પીવાનો દારૂ ભરેલ કેરબા નંગ-22, દારૂ લીટર-1310 મોબાઇલ ફોન નંગ-1, મળી કુલ રૂા.29,320/- નો મુદામાલને ઝપ્ત કર્યો છે.

તેમજ રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ અને ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિમાં મદદ કરતા બધા વેજાભાઇ મોરી, કરશન કાનાભાઇ કોડીયાતર , ભુરા બાલા કોડીયાતર, કારા કાના કોડીયાતર , વજુ ગલાભાઇ મોરી , ઉમેશ ખીમા મકવાણા પ્રદીપ ઉફૅ પદીયો વિછી ખત્રી વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details