પોરબંદર : શિયાળો ઉતરતાં કેસર કેરીની વાતો સંભળાવા લાગે એવો સમય હવે કદાચ બદલાઇ રહ્યો છે. કારણ કે પોરબંદરમાં ભારતમાં કદાચ પહેલીવાર કેરીની સીઝનના પાંચ માસ પહેલા કેસર કેરીની આવક જોવા મળી છે. સાંભળીને બેઘ઼ડી વિશ્વાસ ન આવે પણ આ સાચું છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એક મણ કેસર કેરીની આવક નોંધાવા પામી છે. એટલું જ નહીં તે 701 રૂપિયામાં એક કિલોના ભાવે વેચાઇ પણ છે.
શિયાળા પહેલાં કેસર કેરીની આવકથી આશ્ચર્ય : સામાન્ય રીતે ઉનાળામાં કેસર કેરીની આવક થતી હોય છે. ત્યારે હાલ શિયાળાની મોસમ શરુ થઇ રહી છે ને ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે અને 701 રૂપિયાની કિલો કેરી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જ વેચાઈ ગઇ હતી.
એ જણાવ્યું હતું કે સીઝન ન હોવા છતાં પાંચ માસ અગાઉ માર્કેટિંગ યાર્ડમાં કેરી દેખાતા કેરીને ફૂલ અને મીઠાઈથી વધાવવામાં આવી છે ત્યારે એક કિલોના 710 રૂપિયા ભાવ મળ્યો છે...નીતિન દાસાણી (ફળોના વેપારી, પોરબંદર માર્કેટિંગ યાર્ડ )
એક બોક્સના રુપિયા 7010 : પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના બરડા ડુંગરના પેટમાં એક કેરીના બગીચામાં અમુક કેરીના આંબામાં ઓર્ગેનિક કેરીના આંબામાં મોર લાગ્યાં હતાં અને આંબામાં થયેલ 20 કિલો કેરીની પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી. ફળોના વેપારીઓમાં પણ આથી આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં પ્રથમ વાર પાંચ માસ અગાઉ કેસર કેરી આવતા ફળોના વેપારીઓ પણ આશ્ચર્ય પામી ગયાં અને હરાજીમાં એક કિલો કેરી 701 રૂપિયામાં વેચાઈ હતી એટલે કે 10 કિલો કેસર કેરી એક બોક્સના રુપિયા 7010માં વેચાઈ હતી.
ગત વર્ષે જાન્યુઆરીમાં કેરીની આવક :સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં માર્ચ માસમાં કેસર કેરીની આવક થતી હોય છે પરંતુ ગુજરાત જ નહીં, ભારતમાં આ પ્રથમ ઘટના હશે કે શિયાળો બેસતાં કેસર કેરીની 20 કિલો જેટલી આવક થઈ છે. ગત વર્ષે જાન્યુઆરીમાં કેરીની આવક થઈ હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડના ફળોના વેપારી નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ જાન્યુઆરી માસમાં કેસર કેરીની 60 kgની આવક થઈ હતી અને તે એક કિલોના 500ના આવમાં વેચાઈ હતી જે હનુમાનગઢની કેરી હતી.
- ભર શિયાળે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કેરી, ચીકુ અને શાકભાજી પાકોને નુકસાન થવાની ભીતિ, બે પશુઓના મોત
- Egg Of The Sun : કેમ છે આ કેરી આટલી બધી ખાસ, આ કેરીની કિંમત જાણીને ચોકી જશો