ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય કાંધલ જાડેજા 25 વર્ષ જુના કેસમાં નિર્દોષ જાહેર - કુતિયાણાના NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજા

પોરબંદર જિલ્લાના રાણાવાવ કુતિયાણાના NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજા માટે સતત રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે કાંધલ જાડેજા માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દબંગ નેતા કાંધલ જાડેજા 25 વર્ષ જુના કેસમાં નિર્દોષ છૂટી ગયા છે.

ધારાસભ્ય કાંધલ જાડેજા માટે વધુ એક રાહતના સમાચાર, 25 વર્ષ જુના આ કેસમાં નિર્દોષ
ધારાસભ્ય કાંધલ જાડેજા માટે વધુ એક રાહતના સમાચાર, 25 વર્ષ જુના આ કેસમાં નિર્દોષ

By

Published : Jan 2, 2021, 6:28 AM IST

  • કાંધલ જાડેજા માટે રાહતના સમાચાર
  • 25 વર્ષ જુના કેસમાં નિર્દોષ છૂટી ગયા
  • જાડેજાના એડવોકેટ ગ્રીષ્માં જોશી દ્વારા દલીલ કરાઈ

પોરબંદર : રાણાવાવ કુતિયાણાના NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દબંગ નેતા કાંધલ જાડેજા 25 વર્ષ જુના કેસમાં નિર્દોષ છૂટી ગયા છે.

પોરબંદરના ગરેજ નજીક એક ગાડીમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા

25 વર્ષ પહેલાના કેસમાં કાંધલ જાડેજાને પોરબંદર ડીસ્ટ્રીક કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી દીધા છે. સાલ 1995 માં પોરબંદરના ગરેજ નજીક એક ગાડીમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. તે હથિયારો અજાણ્યા શખ્સ પાસેથી મળ્યા હતા પણ તપાસમાં પોલીસે કાંધલ જાડેજાનું નામ ખોલ્યું હતું પણ પુરાવા ન મળતા કાંધલ જાડેજાને આજે કોર્ટે નિર્દોષ છોડી દીધા છે.

ટાડાની કલમ-15 નીચે નિવેદનના આધારે જ કાંધલ જાડેજાની ધરપકડ કરાઈ

કાંધલ જાડેજાના એડવોકેટ ગ્રીષ્માં જોશી દ્વારા દલીલ કરાઈ હતી કે, કાંધલ જાડેજાના કબ્જા માંથી કોઈ હથિયાર મળ્યા નથી. પોલીસે અન્ય આરોપીના ટાડાની કલમ-15 નીચે નિવેદનના આધારે જ કાંધલ જાડેજાની ધરપકડ કરેલ હતી. જે દલીલો કોર્ટે માન્ય રાખી અને કાંધલ જાડેજાને નીર્દોષ છોડ્યા છે.Body:.Conclusion:

ABOUT THE AUTHOR

...view details