પોરબંદર: રાજ્ય સરકાર અને લોકોના સહકારથી અત્યાર સુધી પોરબંદર જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ ન હોવાથી સકરકાર દ્રારા પોરબંદર જિલ્લાનો સમાવેશ ગ્રીનઝોનમાં કરીને લોકોને રોજગારી તથા સુવિધા મળી રહે તે માટે શરતો મુજબ છૂટછાટ આપવામાં આવી છે.
પોરબંદરનો ગ્રીન ઝોનમાં સમાવેશ, બજારમાંં વેપારીઓ તથા ગ્રાહકોના ચહેરાઓ પર જોવા મળી ખુશી
પોરબંદર જિલ્લાનો સમાવેશ ગ્રીનઝોનમા થતા સરકારની સૂચના મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આપવામાં આવેલી છૂટછાટ બાદ શહેરની બજારમાં લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા. ગ્રાહકો અને વેપારીઓ સામાજિક અંતર રાખે, માસ્ક બાંધે તથા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી વહીવટી તંત્રના અધિકારીઓ, નગરપાલીકા, પોલીસ સ્ટાફે શહેરની બજારનું નીરિક્ષણ કરી વેપારીઓ તથા ગ્રાહકો બજારમાં નીયમોનું પાલન કરે અને ભીડ ન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસ બાદ બજાર ખુલતા વેપારીઓમા તથા ગ્રાહકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. બજારમા સરકારની સુચના તથા જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમનુ યોગ્ય પાલન થાય તે હેતુથી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર અર્જુન ચાવડા, મામલતદાર સાવલીયા, નગરપાલીકા ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ તથા પોલીસ અધિકારીઓ દ્રારા શહેરની બજારમા નીરિક્ષણ કર્યુ હતું.
આ ઉપરાંત કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો કે, પોરબંદર કાયમી ગ્રીનઝોનમાં જ રહે અને કોરોના પ્રવેશે નહી તે માટે સરકારના નિયમોનુ ચુસ્ત પાલન થાય તે ખાસ જરૂરી છે.