પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં - Porbandar News
પોરબંદરઃ “વાયુ” વાવાઝોડાનુ આગમન થાય તે પૂર્વે પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લઇ નીચાણવાળા વિસ્તારો તથા કાચા મકાનોમાં રહેતા લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. આ સ્થળાંતર થયેલા લોકોને ભોજન-પાણી તથા આવશ્યક સેવાઓ જિલ્લાતંત્ર દ્રારા પુરી પાડવામાં આવી રહી છે.

પોરબંદરના સેવાભાવી યુવાનો ૨૪ કલાક અસરગ્રસ્તોની સેવામાં
સ્થળાંતરીત લોકોની ભોજન સહિતની વ્યવસ્થા માટે પોરબંદરના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. જ્યારે ભોજન તૈયાર કરવા સખીમંડળની બહેનો અવિરત સેવા આપી રહી છે. પોરબંદર સ્થિત સ્વસ્તીક હોલમાં સતત રસોડુ કાર્યરત કરી સ્થળાતરીત લોકોને ભોજન જમાડવામાં આવી રહ્યું છે.