ઘેડ વિસ્તારમા ઘાસચારા અને વીમા માટે સરપંચો અને ધારાસભ્યએ CMને કરી રજૂઆત - CM Rupani
પોરબંદરઃ રાજ્યના આ વર્ષ વરસાદે પડવાથી જગતના તાતનો પાક બળી ગયો છે, જ્યારે ક્યાંક પાકને નુકશાન થયુ છે. પોરબંદરમાં પણ ખેડૂતોને નુકશાન થવાથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ સીએમ રૂપાણી અને આર સી ફળદુને રજૂઆત કરી છે.
ઘેડ વિસ્તારમા ઘાસચારા અને વીમા માટે સરપંચો અને ધારાસભ્યએ સીએમને કરી રજૂઆત
જિલ્લાના ઘેડ વિસ્તાર ઉપરવાસમાંથી પાણી આવતા અને ખેડૂતોના પાકને નુકશાની થઇ છે અને ઉભો મોલ બળી ગયેલ છે, તથા પશુધનને ખવડાવવા માટે ચારો પણ બગડી ગયેલ હોય જેથી તાત્કાલિક સર્વે કરાવી બગડી ગયેલા પાકનું વળતર આપવા તથા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપવા ઘેડ વિસ્તારના ગામડાઓના સરપંચો અને ધારાસભ્ય કાંધલ જાડેજા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુ ને પત્ર પાઠવી વહેલી તકે મદદ કરવા રજૂઆત કરી હતી આ આવેદનપત્ર તમામ સરપંચો દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.
Last Updated : Oct 9, 2019, 5:45 PM IST