પોરબંદરની ચોપાટી પર પ્રશાસન દ્વારા કડક પગલાં લેવાયા હતા અને ચોપાટી પર લોકોની અવર-જવર માટે મનાઈ ફરમાવી હતી. અને હાલ યુપીથી આવેલા પ્રવાસીઓના જણાવ્યા અનુસાર તેઓ સોમનાથ, વેરાવળ, દ્વારકા અને ત્યારબાદ પોરબંદરના પ્રવાસે આવ્યા હતા અને પોરબંદરની ચોપાટીની મુલાકાત લેતાં તેઓએ જણાવ્યું હતું કે, તમામ દરિયા કિનારામાં તંત્ર દ્વારા સુરક્ષા રાખવામાં આવી છે, જે સરાહનીય છે.
ભગવાન દ્વારિકાધીશની કૃપાથી 'મહા' સંકટ ટળ્યું - Cyclone Maha on track to hit Gujarat
પોરબંદરઃ શહેરમાં દ્વારકાધીશની કૃપાથી 'મહા' વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ગુજરાત સહિત પોરબંદરના દરિયાકિનારે 'મહા' વાવાઝોડાનું સંકટ મંડરાય રહ્યુ હતું જે હવે હવામાન વિભાગની સુચના અનુસાર ઓછું થયું છે. પરંતુ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
maha-cyclone
દ્વારકાધીશની કૃપાથી આ 'મહા' વાવાઝોડાનું મહાસંકટ ટળ્યું છે. જો વાત કરીએ પોરબંદરની તો પોરબંદર એ કૃષ્ણ સુદામાની ભુમી છે. અને પોરબંદરમાં થોડા દિવસો અગાઉ જ માહી ગ્રુપ દ્વારા આ વાવાઝોડું સાંત પડે તે માટે યજ્ઞ પણ રાખવામાં આવ્યો હતો તો અનેક લોકોની શ્રદ્ધાના કારણે વાવાઝોડાના સંકટથી પોરબંદર બચી ગયું છે.