22 નવેમ્બરે રોજ સોઢાણા ખાતે સોઢાણાથી ભોમીયાવદર સુધીના રોડનું ખાતમૂહુર્ત કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, તાલુકા પંચાયત પ્રમુખ આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ કારાવદરા, કેશુભાઈ શીડા, લખુભાઇ કારાવદરા, નિર્મલજી ઓડેદરા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
પોરબંદરમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત - દેગામથી રિણાવાડા સુધીના રોડનુ ખાતમૂહુર્ત
પોરબંદરઃ જિલ્લામાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે અનેક વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ 22મી નવેમ્બરના રોજ તેમના હસ્તે ભોઈ સમાજના કોમ્યુનીટી હૉલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે વિકાસ કામોના ખાતમુહૂર્ત
આ ઉપરાંત દેગામ ગામ ખાતે પણ દેગામથી રિણાવાડા સુધીના રોડનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, સરપંચ દેગામ, ભરતભાઇ સુંદાવદરા, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.