પોરબંદરનું:કીર્તિ મંદિર એટલે ગાંધીજીનું જન્મસ્થળ. જેને સુરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પણ છેલ્લા ઘણા સમયથી આ સ્મારકની આસપાસ બાંધકામ ખોટી રીતે ખડકી દેવામાં આવ્યા હતા. જેને લઈને મૂળ જૂનાગઢના એક અધિકારીએ આની સામે કાયદાકીય પગલાં લેવાય એવી પોલીસ ફરિયાદ કરી હતી. જેને ગંભીરતાથી લઈને પોરબંદર પોલીસે આસપાસના બાંધકામના કાયદેસર દસ્તાવેજ માંગ્યા છે. જેથી સુરક્ષિત સ્મારકને વધારે સુરક્ષિત કરી શકાય. આ કેસમાં જો કોઈ આરોપીની સંડોવણી પુરવાર થશે તો એને બે વર્ષની સજા પણ થઈ શકે છે. જોકે, આ પહેલા પણ સ્મારકોની આસપાસ ખોટી રીતે થઈ રહેલા બાંધકામનો મુદ્દો પડઘાયો હતો. જેને લઈને એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ
19 લોકો વિરોધ ફરિયાદ:પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિરની આસપાસ 19 જેટલા લોકોએ બાંધકામ વિના મંજૂરીએ કરતા જૂનાગઢના સહાયક સંરક્ષણ અધિકારી હરીશ દસરેએ તમામ વિરુદ્ધ કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમામ વિરુદ્ધ કલમ 30 એ 30 બી હેઠળ ફરિયાદ નોંધાય છે. જે અંતર્ગત સુરક્ષિત સ્મારક ની આસપાસ કોઈપણ બાંધકામ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. છતાં મંજૂરી વગર બાંધકામ કરવાના કારણે 19 લોકો વિરોધ ફરિયાદ નોંધાય છે.