ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Crime : પતિએ પત્નીની હત્યા કરીને દોઢ વર્ષના બાળકને નોંધારું કર્યું - છાયા નવાપરામાં પતિએ પત્નીની હત્યા કરી

પોરબંદરમાં પતિએ પત્નીની હત્યા કરીને દોઢ વર્ષના બાળકને નોંધારું કર્યું છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ તેના સાળાને ફોન કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

Porbandar Crime : પતિએ પત્નીની હત્યા કરીને દોઢ વર્ષના બાળકને નોંધારું કર્યું
Porbandar Crime : પતિએ પત્નીની હત્યા કરીને દોઢ વર્ષના બાળકને નોંધારું કર્યું

By

Published : May 15, 2023, 10:07 PM IST

પોરબંદરમાં પતિએ પત્નીની હત્યા કરી

પોરબંદર :શહેરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલા ચાણક્ય વિદ્યાલય પાછળ રહેતા એક પરિવારમાં આજે વહેલી સવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં પતિએ પત્નીને ગળુ દાબી મોતને ઘાટ ઉતારી હતી, હત્યા બાદ પતિએ તેના સાળાને ફોન કર્યો હતો. તાત્કાલિક સાળાએ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી.

કેવી રીતે પત્નીની હત્યા કરી :પોરબંદર ચાણક્ય વિદ્યાલય પાછળ રહેતા રામ ગોરસેરાએ તેની પત્ની 28 વર્ષિય મનીષા ગોરસેરા સાથે આઠ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને તેમને દોઢ વર્ષનો પુત્ર છે. ટ્રક ડ્રાઇવરનો વ્યવસાય કરતા રામ ગોરસેરા અને તેની પત્ની મનીષા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે આજે વહેલી સવારે ઝઘડો થતા રામ ગોરસેરાએ તેની જ પત્ની મનીષાના ગળે હાથેથી ટુપો દઇ હત્યા કરી નાખી હતી.

સાળા શૈલેષ ને ફોન કર્યો :વહેલી સવારે મૃતક પત્ની મનીષાના પતિ રામે પોરબંદરમા જુબેલી વિસ્તારમાં રહેતા તેના સાળા શૈલેષ કારાવદરાને ફોન કરી કહ્યું હતું કે, તારા ભાણેજને લઈ જા નહીં તો તેમને પણ મર્ડર કરી નાખીશ. તારી બહેનને મેં ગળે ટૂંપો દઈ મારી નાખી છે. શૈલેષભાઈના જણાવ્યા અનુસાર ફોન આવતા તાત્કાલિક 15 મિનિટમાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક પોલીસને ફોન કરી દીધો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો.

મૃતક મનીષાનો પતિ રામ ગોરસેરાનો વ્યવસાયે ટ્રક ચાલક હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે કોઈ કામ ન કરતો હતો. આથી આર્થિક પ્રશ્ન હતો અને પત્ની પર શંકા પણ કરતો હતો. મૃતક મનીષાબેનના આ બીજા લગ્ન હતા. મનીષાના અગાઉ છૂટાછેડા બાદ રામ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. - Dysp સુજીત મહેડુ

માતાની હત્યા થતા બાળક નોંધારો :પિતાની પોલીસની ધરપકડ કરી અને માતાનુ મોત થતા દોઢ વર્ષનું ભવ્ય નામનું બાળક નોંધારું બની ગયું છે, ત્યારે હાલ ભવ્ય તેના મામા શૈલેષભાઇ પાસે રહેશે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેમ જણાવ્યું હતું.

Jamnagar Crime : નાની રાફુદળમાં જન્મદિવસની રાત્રે પ્રેમીકાની હત્યા કરનાર આરોપીને આસામમાંથી દબોચ્યો

Ahmedabad Crime : પાનના ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવકના પેટમાં એક શખ્સે ચપ્પુ ફેરવી દીધું કેમ જૂઓ

Ahmedabad crime news: પાલડીમાં કાર ચઢાવી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details