પોરબંદર: ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલ કેદી વોર્ડમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વીડિયો વાયરલ (Porbandar Hospital Video Viral) થતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. વીડિયો દિવાળી બાદનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને વીડિયોએ કેદી વોર્ડની પોલ છતી કરી નાખી છે, ત્યારે પોલીસ સમગ્ર બાબતની તપાસ કરશે.
Porbandar Hospital Video Viral: પોરબંદરની હોસ્પિટલમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વીડિયો વાયરલ વીડિયો દિવાળી બાદનો હોવાની ચર્ચા
વીડિયો ઉતારનાર શખ્સ બોલે છે કે, અહીં કેદીઓને પોલીસની મિલીભગતથી બધી જ સવલતો મળે છે. દિવાળી વખતે 4 તારીખે માદક પદાર્થનો નશો કરી કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો, છતાં પોલીસે MLC ન કરી હતી તેવો ઉલ્લેખ વીડિયોમાં કરાયો છે.
સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી
પોરબંદરના સીટી DYSP જુલી કોઠિયા (Porbandar dysp juli kothiya)એ જણાવ્યું હતું કે ગઈ કાલે આવેલ વીડિયો બાદ પોલીસ દ્વારા હોસ્પિટલમાં અને કેદી વોર્ડમાં તપાસ કરાઇ હતી અને વીડિયો કોણે ઉતાર્યો છે એ અંગે તપાસ ચાલી રહી છે. યોગ્ય પુરાવા મળશે અને પોલીસની સંડોવણી હોવાનું જણાશે તો પોલીસ પર પણ કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો:Omicron In Porbandar: પોરબંદરમાં નોંધાયો ઓમીક્રોનનો પ્રથમ કેસ
આ પણ વાંચો:Porbandar Gram Panchayat Election: પ્રીસાઈડિંગ અધિકારીની ભૂલના કારણે સોમવારે ફરીથી ચૂંટણી