ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં બાગાયતદાર ખેડૂતો 31મે સુધી આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકશે - covid-19 lock down

નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને અટકાવવા રાજ્યમાં લોકડાઉન કારણે ઘણાખરા બાગાયતદાર ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહી ગયા છે. જેથી આ ખેડૂતો વર્ષ 2020-21 માટે બાગાયત ખાતાની યોજનાઓની સહાય માટે www.ikhedut.gujarat.gov.in આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ તારીખ 31 મે સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.

etv bharat
પોરબંદર: બાગાયતદાર ખેડૂતો 31મે સુધી આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકશે

By

Published : May 1, 2020, 7:48 PM IST

પોરબંદર: નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને અટકાવવા રાજ્યમાં લોકડાઉન કારણે ઘણાખરા બાગાયતદાર ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહી ગયા છે.જેથી આ ખેડૂતો વર્ષ 2020-21 માટે બાગાયત ખાતાની યોજનાઓની સહાય માટે www.ikhedut.gujarat.gov.in આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહતમ લાભ લઇ શકે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ તારીખ 31 મે સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.

બાગાયતદાર ખેડૂતો ફળઝાડ વાવેતર, હાઇબ્રીડ શાકભાજી વાવેતર, સરગવો વાવેતર, પેકીંગ મટીરીયલ, ટીસ્યુ ખારેક, વોટર સોલ્યુબલ ખાતર, મલ્ચીંગ, કાચા પાકા માંડવા સહાય વગેરે જેવા વિવિધ ઘટકોમાં અરજી કરી તેની પ્રીંટ સાથે જરૂરી સાધનીક કાગળો 7-12, 8-અ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક (આધાર લીંક)ની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફીસ નં-20, જિલ્લા સેવા સદન -2, સાંદીપની રોડ, પોરબંદર એ પહોંચતી કરવા જણાવવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details