પોરબંદર: પોરબંદર જિલ્લામાં હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 1147 લોકોને રાખવામાં આવ્યા હતાં. જેમાંથી 937 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયું છે. જ્યારે કોરોના વાઇરસનાં અત્યાર સુધીમાં 186 સેમ્પલ નેગેટીવ આવ્યાં છે.
પોરબંદરમાં 1147 હોમ ક્વોરન્ટાઇનમાંથી 937નું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ - કોરોના વાઇરસ ગુજરાતમાં
પોરબંદર જિલ્લામાં હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 1147 લોકોને રાખવામાં આવ્યા હતાં. જેમાંથી 937 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયું છે. જ્યારે કોરોના વાઇરસનાં અત્યાર સુધીમાં 186 સેમ્પલ નેગેટીવ આવ્યાં છે.
જ્યારે 20 એપ્રિલથી બજાર સમિતિઓ અનાજ માર્કેટ યાર્ડ શરૂ કરશે. એ.પી.એમ.સી. દ્રારા નિયત કરવામાં આવેલ કાર્યક્રમ મુજબના દરેક દિવસે નક્કી થયેલા ગામોના ખેડૂતોને તેમની જણસી વહેચાણ માટે બોલાવવામાં આવશે. આ માટે એ.પી.એમ.સી અને ગામના સરપંચોનો ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે.
પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યામ હતાં. તે સારવાર દરમ્યાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટીવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી. પોરબંદર જિલ્લાના જે વિસ્તારમાં કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા હતાં, તે વિસ્તાર-આશાપુરા ચોક અને જૂના ફુવારા પોલીસ લાઇનને કલસ્ટર ક્વોરોનટાઇન જાહેર કરવામાં આવેલ છે.