ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સામે લડતા પોરબંદરના સરકારી અધિકારીઓ અને સ્ટાફને માસ્ક પહેરવા ઇટીવી ભારતની અપીલ - Porbandar government officials and staff to wear masks ETV's appeal

વિશ્વ સહિત દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન ત્રણ મે સુધી લંબાવી દીધું છે. જોકે 20 એપ્રિલ સુધી દેશભરના લોકોની અગ્નિ પરીક્ષા છે. આ દરમિયાન દરેક વિસ્તાર જિલ્લા અને રાજ્યની ચકાસણી કરાશે. ત્યાં લોકડાઉનનું પાલન કેટલું થાય છે અને તે વિસ્તાર સંક્રમણથી કેટલો બચીને રહ્યો છે. આ સાથે તેમણે ચેતવણી આપી છે કે, આ ચકાસણી પછી શરતો સાથે જ છૂટ મળશે અને બહાર નિકળવાના નિયમો અત્યંત કડક હશે. જો નિયમો તૂટ્યા અને જે તે વિસ્તારોમાં સંક્રમણ વધ્યું તો છુટ તુરંત પાછી ખેંચી લેવાશે. આ સાથે જ કોરોના સામે લડતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ નિયમોનું પાલન કરવાનું જ રહ્યું.

કોરોના સામે લડતા પોરબંદરના સરકારી અધિકારીઓ અને સ્ટાફને માસ્ક પહેરવા ઇટીવી ભારતની અપીલ
કોરોના સામે લડતા પોરબંદરના સરકારી અધિકારીઓ અને સ્ટાફને માસ્ક પહેરવા ઇટીવી ભારતની અપીલ

By

Published : Apr 15, 2020, 10:39 AM IST

પોરબંદરઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે અનેક મિટિંગો અને ચર્ચાઓ થતી હોય છે. જ્યાં વિવિધ સમસ્યાને લઈને લોકો આવતા હોય છે અને સરકારી અધિકારીઓ અનેક સ્થળોની મુલાકાત કરતા હોય છે. તેમાંથી કોઈને કોરોના સંક્રમણ ન થાય અને નિયમનું પાલન કરાવનારા લોકો જ કોરોના રોગનો ભોગ ન બને તે માટે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા ઈટીવી ભારત અપીલ કરી રહ્યું છે.
ગુજરાતમાં રાજકારણીઓ સહિત પોલીસ કર્મચારીઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ જોવા મળી રહ્યાં છે. તેથી સાવધાની રાખી અન્ય લોકોને પણ આપણા દ્વારા કોરોના મુક્ત બનાવીએ તેવી ઇટીવી ભારતના માધ્યમ દ્વારા અપીલ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details