પોરબંદરની યુવતીનું અપહરણ કરનાર અમદાવાદનો નરાધમ ઝડપાયો પોરબંદર :તાજેતરમાં પોરબંદરની એક સગીર યુવતીના અપહરણનો બનાવ બન્યો હતો. પોરબંદરની એક સગીર વયની યુવતીને ફસાવીને અમદાવાદના આફતાબ અન્સારી નામના એક શખ્સે અપહરણ કર્યું હોવાની ઘટના બહાર આવી છે. પોરબંદર પોલીસે કિશોર વયની યુવતીનું અપહરણ કરવાના ગુનામાં આફતાબ અન્સારીની ધરપકડ કરી લીધી છે. પોલીસે યુવતીનો આબાદ છૂટકારો કરાવ્યો છે.
કિશોરી ઘરેથી ભાગી :આ બનાવ અંગે આજે પોરબંદર સીટી DySP ઋતુ રાબા દ્વારા ASP કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. DySP ઋતુ રાબાએ મીડિયાને જણાવ્યું હતું કે, પોરબંદરમાં રહેતા એક પરિવારની કિશોર વયની એક યુવતીને તેના પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. જેથી તે ટ્રેનમાં બેસીને અમદાવાદ ચાલી ગઈ હતી. અમદાવાદમાં આ કિશોરી રીક્ષાચાલક આફતાબની રીક્ષામાં બેઠી હતી. આ કિશોરીએ આરોપી સમક્ષ તેની સમગ્ર બાબત વર્ણવી હતી.
નરાધમે સગીરાને પીંખી : DySP ઋતુ રાબાએ વધુ જણાવ્યું હતું કે, કિશોરીને મદદ કરવાના બહાને અમદાવાદનો રિક્ષાચાલક આફતાબ અન્સારી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં આરોપીએ તેનું અપહરણ કર્યું હતું. આરોપી પરણેલો હોવા છતાં તેને કિશોરી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવી રહ્યું છે. કીર્તિમંદિર પોલીસ થાણાના આઈપીસી કલમ 363 મુજબના ગુનામાં ફરીયાદીની સગીર વયની દીકરી તથા તેનું અપહરણ કરનાર આરોપી અમદાવાદ ઓઢવ વિસ્તારમાં છુપાયેલ હોવાની હકીકત મળેલ. જેથી પોલીસે ઓઢવ ખાતે તપાસ કરાવતા આ કામના ભોગ બનનાર સગીર વયની દીકરી તથા તેનું અપહરણ કરનાર આફતાબ મહંમદ સલીમ અંસારી મળી આવ્યો હતા.
આરોપી ઝડપાયો : આરોપી અમદાવાદના વિશ્વકર્માનગર માન્યવર ટેઈલરના પાછળના ભાગે રહે છે. જેને શોધી કાઢી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી થવા સારૂ ભોગબનનાર તથા આરોપીને કીર્તિમંદીર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. પોલીસની આગળની તપાસ ચાલુ છે. આ અપહરણના ગુનામાં આફતાબને મદદ કરનાર શખ્સોની પણ તપાસ થઈ રહી છે.
- Porbandar Crime : ઇશ્વરીયા ગામેથી બાળકનું અપહરણ કરનાર આરોપીને પોલીસે દબોચી લીધો, કલાકોમાં જેલ હવાલે
- Porbandar Crime : માધવપુર નજીક મોચા ગામેથી 11 લાખથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ