પોરબંદર: પોરબંદર જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી 26મેના રોજ જે કાર્ડ ધારકોના રેશનનો છેલ્લો આંક 0 હતો. તે લોકોને રાશન વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું - પોરબંદર ન્યુઝ
પોરબંદર જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ આવતી કાલે 27મેના રોજ રેશનકાર્ડ ધારકો 17મે થી 26મે સુધી અનાજ લેવા પહોચી શક્યા નથી તે લોકોને સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. જેમાં 27મે સુધીમાં પોરબંદર જિલ્લાની 218 સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના 78 હજારથી વધુ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્રારા NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનું નિયમિત તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉ, ચોખા, ચણા, ખાંડ તથા મીઠું વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.