રાજસ્થાનથી ઇન્સ્ટાગ્રામ મારફતે નકલી નોટો લાવી પોરબંદરમાં વટાવી પોરબંદર :હાઈફાઈ જીવન જીવવા માટે મહેનત કરવી પડે છે અને મહેનત કર્યા બાદ રૂપિયા મળે છે, પરંતુ ઘણા લોકો રૂપિયા આસાનીથી કમાવવા શોર્ટકટ અપનાવતા હોય છે અને તેમાં જ ભૂલ કરી બેસે છે અને જેલના સળિયા પાછળ ધકેલાય છે, ત્યારે પોરબંદરના યુવાને પણ આવું જ કર્યું છે ઇન્સ્ટાગ્રામ પર ફેક કરન્સી નામના એકાઉન્ટમાં સંપર્ક કરી રૂપિયા 27,500ની 500 વાળી ફેક નોટ મેળવી હતી. પોલીસને આ સંપૂર્ણ બાબત માલુમ પડતા પોલીસે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : મળતી માહિતી અનુસાર ગત તારીખ 21 જૂન 2023ના રોજ પોરબંદરના છાયામાં રહેતા સ્મિત સાયાણી નામના એક યુવાન પાસે ફેક કરન્સી હોવાનું અને તે બજારમાં વટાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોરબંદર પોલીસે યુવાનના ઘરે દરોડા કરતા યુવાનના ખિસ્સામાંથી બે 500ની નોટ મળી હતી. પોરબંદર પોલીસે આ યુવાનની ધરપકડ કરી હતી અને આગળ પૂછપરછ હાથ ધરી હતી.
છાયાના ખડા વિસ્તારમાં રહેતા સ્મિત સાયાણી ફેક કરન્સી હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેની ધરપકડ કરાઈ હતી. તેની વધુ પુછપરછ કરતા સ્મિત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેક કરન્સી નામના એકાઉન્ટમાં સંપર્ક કર્યો હતો. પોતે જયપુર જઈ 27,500ની ફેક નોટ પોરબંદર લઈ આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામના ફેક કરન્સી એકાઉન્ટ ધરાવતા જયપુરવાળા મારાજ નામના શખ્સ પાસેથી આ નોટ લાવ્યો હોવાનું સ્મિતે જણાવ્યું હતું.- નીલમ ગૉસ્વામી (સીટી DYSP પોરબંદર)
સ્મિતે ઉછીના રૂપિયામાં નોટ વટાવી :27,500ની 500 વાળી 50 અને 100 વાળી 25 નોટો સ્મિત જયપુરથી મહારાજ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. જેમાંથી 13,000 રૂપિયાની નોટો પોતે ઉછીના રૂપિયા દેવામાં વટાવી દીધી છે. આ ઉપરાંત અન્ય નોટ બજારમાં વટાવી હતી.
આરોપીને લઈ જવાયો રાજસ્થાન : ફેક કરન્સીના આરોપી સ્મિત સાયાણીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે રાજસ્થાન લઈ જઈ જયપુરમાં રહેતો મારાજ નામનો શખ્સ કોણ છે, કઈ રીતે પોતાનું નેટવર્ક ચલાવે છે અને અન્ય કેટલા લોકો આમાં સામેલ છે. તે અંગેની તપાસ માટે આરોપીને રાજસ્થાન લઈ જવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કોઈ સ્થાનિક શખ્સો સ્મિત સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી તેમ DYSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું.
સ્મિત સાયણી ભાજપનો કાર્યકર! :પોરબંદરમાં ફેક કરન્સીમાં ઝડપાયેલો આરોપી સ્મિત સાયાણી યુવા ભાજપના આઇટીસેલમાં કન્વીનર કાર્યકર્તા હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તેવું ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું.
- Surat fake currency racket: દેશમાં વધતુ નકલી નાણુ, ફેક કરન્સી રેકેટમાં સુરત પોલીસે બેંગ્લોરના વેપારીની કરી ધરપકડ
- UP News : CM યોગી ચૂંટણી જીતવા માટે કરી રહ્યા છે ફેક એન્કાઉન્ટર! અતીકના પાકિસ્તાન કનેક્શન પર અખિલેશ યાદવે શું કહ્યું જાણો