- પોરબંદરમાં યુવા ભાજપની બૃહદ કારોબારી બેઠક મળી
- બેઠકમાં સાંસદ સભ્ય અને ધારાસભ્ય રહ્યા હાજર
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા આહ્વાન કરાયું યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
પોરબંદરઃ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું પેજ પ્રમુખ ( પેજ સમિતિ) વિજયલક્ષી અભિયાન શરૂ છે. આ સાથે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લા યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અજય બાપોદરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
પોરબંદરના સાંસદ અને ધારાસભ્યએ દરેક યુવાનોને શુભકામના પાઠવી
યુવા ટીમને સંબોધતા સાંસદ રમેશ ધડુકે દરેક યુવાનોને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ફકત પારિવારિક સત્તા ભોગવી છે. જેથી કોંગ્રેસના શાસનમાં પ્રજા સુવિધાઓથી વંચિત હતી. વધુમાં તેમણે જણાવ્યું કે,. ભૂતકાળના કુલ બજેટ જેટલી રકમ ગત વર્ષ પોરબંદર જિલ્લાને મળી છે અને રમણીય સ્થળો અને પાયાની સુવિધાઓ સમગ્ર જિલ્લાને મળી છે.