ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં વધુ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું - કુતિયાણાના ગઢવાણમાં રહેતા 55 વર્ષના મહિલા

દરેક જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જે શહેર અને જિલ્લા ગ્રીન ઝોનમાં આવતા હતા. તેમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તે માટે સરકાર દ્વારા હવે કોરોના ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે, પોરબંદરમાં 27 જુલાઈના રોજ 153 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે જામનગર મોકલાયા હતા. જેમાંથી 146 નેગેટિવ 4 પોઝિટિવ અને ત્રણ રિજેક્ટ થયા છે. ઉપરાંત, જિલ્લાના અન્ય ગામમાંથી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

પોરબંદર જિલ્લામાં વધુ નવ કેસ કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું
પોરબંદર જિલ્લામાં વધુ નવ કેસ કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું

By

Published : Jul 29, 2020, 9:00 PM IST

પોરબંદર: પોઝિટિવ આવેલા કેસમાં 50 વર્ષીય અડવાણાના પુરુષ તથા 55 વર્ષના રાણાવાવના મુંડા મસ્જિદ પાસે રહેતા મહિલા તથા રાણાઓ સરકારી દવાખાના પાસે રહેતા 50 વર્ષના પુરુષ તથા ભેટકડીના 19 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત પોરબંદરના ખારવાવાડમાં આવેલા મોગર ફળિયામાં 45 વર્ષના પુરુષ તથા પોરબંદરની ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા 41 વર્ષના પુરુષને તથા પોરબંદરના કૈલાસ ગેરેજ જુરી બાગ પાસે રહેતા 71 વર્ષના પુરુષ અને કુતિયાણાના ગઢવાણમાં રહેતા 55 વર્ષના મહિલા તથા એક અન્ય પટના બિહારના 31 વર્ષના મહિલા જે પોરબંદરમાં હોવાથી તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામના ઘરની આસપાસ કન્ટેન્મેન્ટ ઝોનની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details