પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિનો લાભ લેતા 39 હજાર જેટલા ખેડુતો - etvbharat
પોરબંદરઃ સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનામાં સુધારો કરી 2 હેકટર જમીનની મર્યાદા નાબૂદ કરાતા ખેડુતો આ યોજનાનો વધારે લાભ લઇ શકશે. જયારે પોરબંદર જિલ્લામાં આ યોજનાનો લાભ 39 હજાર જેટલા ખેડુતો મેળવી રહ્યા છે. ત્યારે 15 હજાર જેટલા ખેડુતો આ યોજનાનો લાભ વધારે લઇ શકશે.
પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 39 હજાર જેટલા ખેડુતો લાભ મેળવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં સુધારો કરી 2 હેક્ટર જમીનની ટોચ મર્યાદા નાબૂદ કરાતા જિલ્લામાં વધુ 15 હજાર જેટલા ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકશે.
કિસાન સમ્માન નિધિ યોજનામાં 15 હજાર જેટલા વધુ કિસાનોનો સમાવેશ થતાં આવા ખેડુતોની નોંધણી માટે પોરબંદર જિલ્લામાં તારીખ 6 જુલાઇ સુધી ખેડુતોની નોંધણીની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્યકક્ષાએ તલાટી/ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાનો સંપર્ક કરવાનો રહેશે.