ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વચ્છ પ્રતિભા, સેવાભાવી અને ભ્રષ્ટાચાર ન કરે તેવા ઉમેદવારોને ટિકિટ આપશે પોરબંદર જિલ્લા કોંગ્રેસ - District Congress President Natha Odedra

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલે ઉમેદવાર પસંદગી માટે ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં અનેક નિયમના લીધે કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા ભાજપમાં આંતરિક વિવાદ સર્જાયો છે. જોકે, પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે, કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી માટે આવા કોઈપણ પ્રકારના નિયમો રાખવામાં આવ્યાં નથી.

ઉમેદવારી માટે કોંગ્રેસ પક્ષમાં કોઈપણ ગાઈડલાઈન નહીં
ઉમેદવારી માટે કોંગ્રેસ પક્ષમાં કોઈપણ ગાઈડલાઈન નહીં

By

Published : Feb 5, 2021, 7:21 PM IST

  • ઉમેદવારી માટે કોંગ્રેસ પક્ષમાં કોઈપણ ગાઈડલાઈન નહીં
  • ઉંમર નહી લોકોમાં ઉમેદવારની છાપ જોઈને કોંગ્રેસ આપશે ટિકિટ
  • ખેડૂત આંદોલન અને શહેરમાં મિશન સિટીના મુદ્દે કોંગ્રેસ લડશે ચૂંટણી

પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથા ઓડેદરાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જેઓ વર્ષોથી લોકો અને પક્ષનું સક્ષમ રીતે કામ કરે છે તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. જેમાં કોઈ ઉમેદવારોની ઉંમરને ધ્યાનમાં નહિ લેવાય. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ખેડુત આંદોલન અને પોરબંદરના મિશન સીટીમાં ભ્રષ્ટાચારના મુદા સાથે લોકો પાસે જશે અને ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.

રામદેવ મોઢવાડીયા

સ્વચ્છ પ્રતિભા અને લોકોમાં સારી છાપ ધરાવતા ઉમેદવારોની થશે કોંગ્રેસમાં પસંદગી

નાથાભાઇ ઓડેદરા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રધાન અને આગેવાન રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (ભાવ )વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. મુખ્ય પ્રધાન ના માણસોને કટ ટુ સાઈડ કરવા આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડી છે. જોકે, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉંમર કરતા સ્વચ્છ પ્રતિભા લોકોમાં સારી છાપ ધરાવતા તથા ભ્રષ્ટાચારી ન હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.

ઉમેદવારી માટે કોંગ્રેસ પક્ષમાં કોઈપણ ગાઈડલાઈન નહીં

ABOUT THE AUTHOR

...view details