ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવાઝોડાની સંભવિત આફતને પહોંચી વળવા પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર સજ્જ

પોરબંદરઃ 'ચેતતો નર સદા સુખી' આપણી પારંપરિક કહેવત દરેક આપત્તિ સામે આપણને સૌને સાવચેત રહેવાના એંધાણ આપે છે. તેથી જ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હવામાન ખાતાની આગાહી મુજબ સતત રાજ્ય સરકારના સંપર્કમાં રહેવા સાથે વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

પોરબંદર

By

Published : Jun 11, 2019, 7:27 PM IST

દરિયાકાંઠાના ગામોને વિશેષ પણે સાવચેત કરવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ તેમજ શિક્ષકોને હેડક્વાટરમાં રહેવા સુચના અપાઈ છે. 12, 13 અને 14 જુનના રોજ સંભવિત વાવાઝોડા સંદર્ભે સમગ્ર જિલ્લાની શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં રજા રહેશે. આ રજા દરમિયાન તમામ સ્ટાફે ફરજ ઉપર હાજર રહેવાનું રહેશે.

વાવાઝોડાની સંભવિત આફતોને પહોંચી વળવા પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર સજ્જ

જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડામાં રાહત-બચાવ તેમજ જાનમાલની નુકશાનીને અટકાવવા સહિતની બાબતો તેમજ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા દ્વારા લેયાયેલ પગલા અંગે રાજ્ય કક્ષાએથી વિડીયો કૉન્કફરન્સ યોજાઇ હતી. જેમાં દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત થનાર ગામોમાં સલામત આશ્રયસ્થાનો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નીશ્ચિત કરી લેવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં પ્રાથમિક શાળા, સમાજ અને હાઇસ્કુલો સહિત સલામત સ્થળો રાખવામાં આવ્યા છે. જરુરીયાત જણાય તો લોકોને સલામત સ્થળે ખસેડવાના થાય અથવા લોકોને સલામત સ્થળે જવાની સુચના મળે ત્યારે, લોકો સહયોગ આપે તે જરૂરી છે. આ વીડીયો કૉન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, અધિક કલેક્ટર એમ.એસ.જોષી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, DYsp, નાયબ DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વહિવટીતંત્રએ તમામ વિભાગોને સતર્ક કરવા સાથે માર્ગ મકાન વિભાગ દ્વારા તાલુકા મુજબ 7 જેસીબી મશીન, 12 લોડર તેમજ ટ્રી કટીંગના સાધનો સહીત તમામ સાધનો સાથે ત્રણ ટીમનું ગઠન કર્યુ છે. RTO દ્વારા જરુરી વાહન વ્યવસ્થા માટે ટીમ, આરોગ્ય વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા રાહત બચાવ માટે ટીમની આગોતરી રચના કરવામં આવી છે. રાહત બચાવના સાધનોથી સજ્જ NDRF,SDRF અને જરૂર જણાય તો ARMYની ટીમ પણ પોરબંદર ખાતે તૈનાત રહેશે જેને જરૂરિયાત મુજબ કામગીરી સોંપવામાં આવશે.

ભારતીય હવામાન વિભાગે 12 જૂન થી 14 જૂન સુધી ભારે વરસાદ તેમજ 13 અને 14 જૂનના રોજ 100 કિ.મી./કલાકની ઝડપે પવનની ગતી રહેવાનની ચેતવણી જાહેર કરી છે. ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટરે નીચેની બાબતોને ધ્યાને રાખવા જણાવ્યું છે.

  • વાવાઝોડામાં મદદ માટે નંબર 1077, 112 અને જિલ્‍લા તથા તાલુકાના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો.
  • વાવાઝોડાની પરિસ્‍થિતિમાં શાળાઓને સૌથી શ્રેષ્‍ઠ વા આશ્રય સ્‍થાન તરીકે ગણવામાં આવે છે.
  • કટોકટીની પરિસ્‍થિતી માટે આપતિ પ્રતિકારના સાધનો જેવા કે, ટોર્ચ, ખાવાની વસ્‍તુઓ, પીવાનું પાણી, કપડા, રેડીયો વગેરે સુસજ્જ રાખો.
  • દરિયાકિનારાથી નજીકના નિચાણવાળા વિસ્‍તારોમાંથી દુર જતા રહો.
  • વાવાઝોડું આવે ત્યારે ચેતવણી મળતાં જ બધા બારી-બારણાં બંધ કરો અને વર્ગમાં રહો અને મજબુત ટેબલ કે ડેસ્‍ક નીચે જતા રહો.
  • આ સમયે તમે સ્‍કુલબસ-ઓટોમાં સફર કરી રહ્યા છો અને વાવાઝોડું આવે તો વાહનને સમુદ્ર, વૃક્ષો, પાવરલાઇનો તથા વોટર ક્રોસીંગથી દુર ઉંભુ રાખો અને તેની અંદર જ રહો.
  • પડી ગયેલા પાવરલાઇનો, નુકશાનગ્રસ્‍ત, પૂલો મકાનો તથા વૃક્ષોથી સાવધ રહો અને અજાણ્યા ભરાયેલા પાણીમાં જશો નહી.
  • પાણી પીતા પહેલા ક્લોરીનેટેડ પાણીનો ઉપયોગ કરો અથવા તેને જંતુમુકત કરવા થોડું પોટેશિયમ પરમેંગેનેટ(ફટકડી)નો ઉપયોગ કરો.
  • અજાણ્યા પાણીમાં જવાનું સાહસ ન કરવું નહી

ABOUT THE AUTHOR

...view details