ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: સી આર પાટીલ દ્વારા પેવેલિયનના ભૂમિ પૂજનમાં ધારાસભ્યોની અવગણના ચર્ચાનો વિષય

પોરબંદરમાં આજે રાજાશાહી વખતના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ પવેલિયનનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તથા હર્ષ સંઘવી પધારશે,  પરંતુ આ ભૂમિ પૂજન નિમંત્રણ પત્રિકામાં પોરબંદરના સ્થાનિક ધારાસભ્યોની અવગણના કરતા શહેર ભરમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડના પવેલિયન ભૂમિ પુજનની નિમંત્રણ પત્રિકામાં સ્થાનીક  ધારાસભ્યોની અવગણના
દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડના પવેલિયન ભૂમિ પુજનની નિમંત્રણ પત્રિકામાં સ્થાનીક ધારાસભ્યોની અવગણના

By

Published : Jun 28, 2023, 8:51 AM IST

Updated : Jun 28, 2023, 9:31 AM IST

પોરબંદર: રાજાશાહી વખતના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટરો માટે સુવિધાઓ વધારવાના હેતુથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નવું પવેલિયન બનાવવામાં આવશે. ત્યારે આ પવેલિયનનું આજે ભૂમિપૂજન ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તથા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે.

નિમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ: આજે બીસીસીઆઈના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ પણ ઉપસ્થિત રહેશે. પોરબંદરના સાંસદ રમેશ ધડુક તથા પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરીયા અને નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયાનું નામ પણ આ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યું છે. પરંતુ પોરબંદર સ્થાનિક ધારાસભ્ય પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તથા કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા નું નામ નો ઉલ્લેખ નિમંત્રણ પત્રિકામાં ન કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. ભાજપના આગેવાનોના નામ નિમંત્રણ પત્રિકામાં લખતા શહેરભરમાં આ અંગે ચર્ચા થઈ રહી છે.

દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડના પવેલિયન ભૂમિ પુજનની નિમંત્રણ પત્રિકામાં સ્થાનીક ધારાસભ્યોની અવગણના

" ભવિષ્યમાં ક્રિકેટરોના હિતાર્થે આ પવેલિયન બનાવવામાં આવી રહ્યું છે. આજે ભૂમિ પૂજન થઈ રહ્યું છે ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એક સ્વાયત સંસ્થા છે. તેમાં કોઈપણ પ્રકારના ભેદભાવ રખાતો નથી. પોરબંદર માં ક્રિકેટરોને વધુમાં વધુ સુવિધા પ્રાપ્ત થાય અને ઉચ્ચકક્ષાની ટ્રોફીની રમત પોરબંદરમાં રમાય અને વધુમાં વધુ ખેલાડીઓ આ પવેલિયનનો લાભ લે તેવા હેતુથી આ પવેલિયન બનાવવામાં આવશે"-- દીપકભાઈ લાખાણી (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ)

આર્થિક ક્ષેત્રમાં લાભ:પોરબંદર શહેરમાં આ પવેલિયન શરૂ થતા આગામી સમયમાં પોરબંદરને આર્થિક ક્ષેત્રમાં પણ લાભ થશે. ક્રિકેટ રમવા આવતા ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા તથા દર્શકો પણ મોટી સંખ્યામાં અહીં આવી આ સ્ટેડિયમની શાનમાં વધારો થશે.આજે આ દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ પેવેલીયનનું ભૂમિ પૂજન થશે જેમાં નેતાઓ પણ હાજર રહેશે. પોરબંદર છાયા નગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન વચ્ચે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડના વિકાસ માટે એમઓયુ કરવામાં આવ્યા છે

  1. Porbandar News : પોરબંદર જિલ્લા રમત ગમત કચેરીમાં મહિલાઓનો મારામારીનો વિડીયો વાયરલ
  2. Porbandar News : પોરબંદરના વાતાવરણમાં ઉઘાડ, જનજીવન રોજગાર તરફ વળ્યું, માછીમારો માંગશે સરકાર પાસેથી સહાય
Last Updated : Jun 28, 2023, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details