- 24 કલાકમાં સાયબર ફ્રોડ ઉકેલતી પોરબંદર સાયબર ક્રાઇમ
- ડેરી સંચાલકે ATM કાર્ડ અને ઓટીપી શેર કરતા એક લાખથી વધુ રકમ ગુમાવી
- ડેરી પ્રોડકટના ઓનલાઈન ચુકવણી પેઠે આચર્યું સાયબર ક્રાઇમ
પોરબંદર : દિવસેને દિવસે દુનિયા આધુનિકતા તરફ હરણફાળ થઈ રહી છે. ત્યારે ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. પોરબંદરના એક ધંધાર્થીએ સાયબર ફ્રોડની ઝપેટમાં આવી જતા રૂપિયા 1,19,251 ગુમાવ્યા હતા. જ્યારે આ બાબતે તેને પોરબંદર સાયબર સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમે 24 કલાકમાં જ રૂપિયા પરત અપાવ્યા હતા.
ભોગ બનનાર ધંધાકીય પોતાના એટીએમ કાર્ડના ફોટા અને otp આરોપીને વોટસએપમાં શેર કર્યા હતા
પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓને ઝડપી નિકાલ માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર સિંહ પવાર તથા પોરબંદરના જિલ્લા પોલીસ અધિકારી રવિ મોહન સૈની દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે બાબતે તા. 12 જાન્યુઆરી 2020ના રોજ પોરબંદરના સુતારવાડા નાકા પાસે આવેલ ભાવના ડેરીના માલિક દિપક ચંદારાણાના મોબાઈલ પર કોઈ વિકાસ પટેલ નામના અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને આર્મીમેનની ઓળખ આપી 12 હજાર રૂપિયાના ડેરી પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તમામ પ્રોડક્ટ રેડી થઈ જતા પેમેન્ટ માટે ઓનલાઇન ચૂકવણી કરશે તેમ જણાવતા દીપકભાઈને એટીએમ કાર્ડની ડીટેઇલ માંગી હતી. અને ઓટીપી શેર કરવા જણાવ્યું હતું. તથા એટીએમ કાર્ડના ફોટો વોટસએપમાં મોકલવાનું જણાવ્યું હતું. દીપકભાઈએ તાત્કાલિક તે મોકલી આપતા અલગ-અલગ ટ્રાન્જેક્શન થતાં કુલ રકમ 1,19,251 રૂપિયાની ઉઠાંતરી થયાનું માલુમ પડતા દીપકભાઈએ પોરબંદર પોલીસને જાણ કરી હતી.