હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોરબંદર : પોરબંદરમાં ગઈકાલે તારીખ 23 મે 2023ના રોજ સાંજે 9:30 કલાકે કાયા રામા ગઢવી નામના એક યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસની તપાસમાં મૃતક યુવાનની પત્ની તથા તેના પ્રેમી સહિત ચાર આરોપીની પોરબંદર પોલીસે ધરપકડ કરી છે. કેસની તપાસ કાર્યવાહી આગલ વધારતાં સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
કાયા રામા ગઢવીની હત્યા : પોરબંદરમાં ખીજડી પ્લોટ નજીક ગઈકાલે સાંજે 9:30 વાગે નરસન ટેકરી પાસે રહેતા કાયા રામા ગઢવી નામનો યુવાન તેની પત્ની તથા બાળકો સાથે બાઇક પર ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી રહીમ ખીમાણી નામના યુવાને છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીંકી સરા જાહેર હત્યા કરી હતી. કાયા રામા ગઢવીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા કેસને લઇને પોરબંદર પોલીસે સઘન તપાસ શરુ કરી હતી જેમાં શકમંદ જણાતાં મૃતક યુવાનની પત્ની નીતા ગઢવીને પોલીસે રાઉન્ડ અપ કરી લીધી હતી.
પત્નીએ કરાવી હત્યા :પોરબંદર પોલીસે તેની પત્ની નીતા ગઢવીને પકડી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદર સિટી ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ આ કેસની તપાસમાં સામે આવેલા તથ્યો વિશે આજે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણકારી આપતાં મીડિયાને જણાવ્યું હતું કે કાયા રામા ગઢવીની પત્ની નીતા તથા તેના પ્રેમી રહીમ દ્વારા કાયા રામા ગઢવીની હત્યાનું પૂર્વાયોજિત કાવતરું હતું અને બંને સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમયે રહીમ સાથે તેના પોરબંદર માં રહેતા મિત્ર તોફિક અને મીરાજે મદદગારી કરી હતી. તેઓની પણ અટકાયત કરી છે.
આરોપી રહીમ હાલ ગોંડલ રહે છે. તે પહેલા પોરબંદર રહેતો હતો અને ફ્રૂટનો વ્યવસાય કરતો હતો ત્યારે નીતા અને રહીમ વચ્ચે પ્રેમ થયો હતો, આ ઉપરાંત થોડા દિવસો પહેલા નીતા રહીમને મળવા ગોંડલ પણ ગઇ હતી .જે વાતની ખબર નીતાના પતિ મૃતક કાયા રામા ગઢવીને થતાં બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હાલ આરોપીની ધરપકડ કરી 302,114 તથા GP એક્ટ 135 મુજબ હત્યાનો ગુન્હો નોંધાયો હતો. હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે...નીલમ ગોસ્વામી (ડીવાયએસપી)
ખીજડી પ્લોટ ખાતે થયું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન : પોરબંદર પોલીસ દ્વારા હત્યારા રહીમને સાથે રાખી તેણે કઇ રીતે આખી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તેનું ખીજડી પ્લોટ ખાતે આરોપીને લઇ જઇને રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોરબંદરમાં થયેલ હત્યાનો આરોપી રહીમ કાયા રામા ગઢવીની હત્યાં નિપજાવી નાસી ગયો હતો જેને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ આજે ખીજડી પ્લોટ ખાતે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું કેવી રીતે તે બાઇક પાછળ દોડયો અને કેવી રીતે તેને હત્યાને અંજામ આપ્યો તે આરોપી રહીમે ઘટના વર્ણવી હતી. હત્યામાં સાથ આપનાર અન્ય યુવાનની શોધખોળ પણ પોલીસ કરી રહી છે.
- Porbandar Crime : જેઠે નાના ભાઈની પત્નીની હત્યા કઇ વાતે કરી નાંખી?
- Porbandar news: બખરલામાં ખેતરમાં નેર ખોદવા બાબતે થયેલી હત્યાના બનાવમાં આરોપીની ફિલ્મી ઢબે ધરપકડ
- Porbandar Crime : સિંગાપોરમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સની ધરપકડ, 27 પાસપોર્ટ રિકવર