ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Crime News : બોખીરામાં ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ, ભૂંડના ઇજારાનો ડખો - પોરબંદર પોલીસ

13 માર્ચે પોરબંદરના બોખીરામાં ફાયરિંગની ઘટના બની હતી. ભૂંડ પકડવાના ઇજારાની બબાલમાં બે ભાઈઓ વચ્ચે વાત વણસી હતી જેમાં ફાયરિંગની ઘટના બની ગઇ હતી. બે લોકોએ કારમાં આવીને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં, તેમાંથી એક શખ્સની ધરપકડ પોરબંદર પોલીસે કરી લીધી છે.

Porbandar Crime News : બોખીરામાં ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ, ભૂંડના ઇજારાનો ડખો
Porbandar Crime News : બોખીરામાં ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ, ભૂંડના ઇજારાનો ડખો

By

Published : Mar 22, 2023, 7:08 PM IST

ભૂંડ પકડવાના ઇજારાની બબાલમાં ફાયરિંગ

પોરબંદર : ભાઈ ભાઇ વચ્ચેનો ડખો પોરબંદરના બોખીરામાં જાહેરમાં ગુનાખોરીમાં પરિણમ્યો હતો. પોરબંદરના બોખીરામાં આ મહિનાની 13 તારીખે ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતાં બોખીરામાં વાસરાદાદાના મંદિર સામેની ગલીમાં એક વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું. જેમાં ફાયરિંગ કરીને બે શખ્સો ફરાર થઇ ગયાં હતાં. આમાંના એક શખ્સની પોરબંદર પોલીસે સ્વીફ્ટ કાર અને હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે.

ઘટનામાં શું બન્યું : પોરબંદરના બોખીરામાં વાછડા દાદાના મંદિર સામેની ગલીમાં રહેતા સંતોકસિંહ નામના વ્યક્તિ 13 માર્ચના રોજ સવારે 9:30 કલાકે ઘરેથી નીકળતા હતા. ત્યારે સ્વીફ્ટ કારમાં બે લોકોએ આવી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ફરાર થઈ ગયા હતાં. આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફ અને ડીવાયએસપી નીલમ ગોસ્વામી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ પ્રકારની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો Vadodara Murder Case: જાહેરમાં ફિલ્મીઢબે ફાયરિંગ કરી હત્યા કરનારા ઝડપાયા, આવો હતો પ્લાન

આરોપી રામસિંહ પકડાયો : પોરબંદર પોલીસે આરોપીને પકડવાની તજવીજ શરુ કરી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને પ્રાથમિક માહિતીના આધારે ધરમપુર નજીકમાં આશ્રમ રોડ પરથી રામસિંહ નામના એક શખ્સને સ્વીફ્ટ કાર અને હથિયાર સાથે ધરપકડ કરી લીધી હતી આ ઉપરાંત આરોપી પાસેથી ગેરકાયદે હથિયાર પણ મળી આવ્યું છે. ચોંકાવનારી વાત પણ બહાર આવી છે કે સંતોકસિંહ પર ફાયરિંગ કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેના ભાઈ રામસિહે જ કર્યું હતું. ફાયરિંગ વખતે રામસિંહ સાથે તેનો પુત્ર જેકી પણ હતો જે હાલ ફ્રરાર થયેલો છે.

આ પણ વાંચો Nadiad Firing: નડિયાદમાં ફાયરિંગ કરી પત્નીની જાહેરમાં હત્યા કરી પતિ ફરાર

વિવાદ શા માટે : બોખીરામાં લોકોને ભય પમાડનાર આ ઘટનામાં વિવાદનો મુદ્દો ભૂંડ પકડવાને લઇને હતો. આ અંગે સિટી ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંન્ને ભાઈઓ વચ્ચે ભૂંડ પકડવાના ઇજારા લઈને બંને બાઇ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. પોરબંદરમાં ફાયરિંગની ઘટનામાં ભોગ બનનાર સંતોક સિંહ અને આરોપી રામસિંહ બન્ને ભાઈઓ છે. બન્ને ભાઈઓ વચ્ચે ભૂંડ પકડવાના ઇજારા લઈને વિવાદ ચાલતો હતો અને જેને લઈને ફાયરિંગની ઘટના બની હતી. ઉદ્યોગ નગર પોલીસ દ્વારા ફાયરિંગ કરવા માટે હથિયાર ક્યાંથી મળ્યું, બીજું કોણ તેમાં શામેલ છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથેે ફરાર આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details