ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Crime : બરડાના ખંભાળા ડેમમાં ગેરકાયદે માછીમારી કરવા ગયેલા સાત માછીમારો ઝડપાયા

ખંભાળા ડેમમાં ગેરકાયદે માછીમારી માટે આવેલા 7 માછીમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર રાણાવાવ રેન્જમાં ગુનો નોંધાયો છે અને એડવાન્સ રીકવરીની તગડી રકમ પણ વસૂલવામાં આવી છે.

Porbandar Crime : બરડાના ખંભાળા ડેમમાં ગેરકાયદે માછીમારી કરવા ગયેલા સાત માછીમારો ઝડપાયા
Porbandar Crime : બરડાના ખંભાળા ડેમમાં ગેરકાયદે માછીમારી કરવા ગયેલા સાત માછીમારો ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 3:13 PM IST

પોરબંદર : જિલ્લાના બરડાના ખંભાળા ડેમમાં માછીમારી કરવા ગયેલા સાત માછીમારો ઝડપાયા છે. એક બોલેરો કાર અને લાકડાના પતરાની હોડી સહિતના મુદ્દામાલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યાં હતાં. તઓ વિરુદ્ધ રાણાવાવ રેન્જમાં ગુનો દાખલ કરી દંડ કાર્યવાહી કરવામાં આવી હતીં. તહોમતદારો પાસેથી દંડ પેટે રકમ 1,26,000 એડવાંસ રીકવરી વસૂલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. બરડાના ખંભાળા ડેમમાં માછીમારી કરવા ગયેલા સાત માછીમારોને વન વિભાગે પકડી લીધા છે.

પેટ્રોલિંગ ટીમને અજાણ્યા શખ્સો હાથે લાગ્યાં :મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ આરાધના શાહ તથા નાયબ વન સંરક્ષક પોરબંદર અરૂણકુમાર મદદનિશ વન સંરક્ષક પોરબંદર સરવૈયાની વન્યપ્રાણી સંવર્ધન અને સંરક્ષણ બાબતે સૂચના મુજબ સઘન પેટ્રોલીંગ જંગલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર.ભમ્મરના માર્ગદર્શન હેઠળની ટીમને રાણાવાવ રેન્જમાં એક ટીમ બનાવી રાણાવાવ રેન્જના બરડા અભયારણ્ય વિસ્તારમાં વન્યપ્રાણી સંવર્ધન અને સંરક્ષણ કામગીરીમાં રાણાવાવ રેન્જની સ્ટેશન કટકી બીટમાં ભતવારીથી ધોરીવાવવાળા જંગલ રસ્તા પર બોલેરો વાહન તથા હોળી સાથે અજાણ્યા શખ્સો મળી આવ્યાં હતાં.

પૂછપરછમાં બહાર આવી હકીકત :વનવિભાગની ટીમ દ્વારા તેઓની તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરતા નઝીર ઉમર સુમરા રહે.પોરબંદર, શબ્બીર મુસા જુણેજા રહે. પોરબંદર, સલીમ ગફાર મનસુરી રે.માણવદર અરૂણ સીંકદર શાહની, રે. પતારી (બિહાર), ચૌહાણ દિપેન શાન્તીલાલ રે.રાણાવાવ મોહમ્મદ અઝીમ અશરફ મન્સુરી રે.પોરબંદર અને સંતોષ ડોમૂ સહની રે. બરઇઠા (બિહાર) ખંભાળા ડેમમાં માછીમારી કરવા આવ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

સવા લાખથી વધુ દંડ ફટકારાયો : જેને પગલે બરડા અભયારણ્યમાં ગેરકાયદે પ્રવેશ કરવા તથા ખંભાળા ડેમમાં માછીમારી કરવાના હેતુથી સાત શખ્સો સામે રાણાવાવ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની 2, 9, 27, 50, 51, 52 મુજબની કલમ અન્વયે ગુન્હો નોધવામાં આવેલ અને આવ્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર.ભમ્મર દ્વારા ઝડપાયેલા સાત શખ્સો પાસેથી દંડ પેટે રકમ 1,26,000 એડવાંસ રીકવરી વસૂલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલી છે. કબજે કરેલા મુદામાલમાં મહિન્દ્રા બોલેરો પીકપ ( ફોર વ્હીલર વાહન) નંબર :- જી.જે.25.યુ.2626 ૨) અને એક લાકડા પતરાની હોડીનો સમાવેશ થાય છે.

  1. Fake doctor caught : પોરબંદર માંથી નકલી ડોક્ટરને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો
  2. Porbandar Crime : જામનગરની નર્સિંગ કોલેજમાં એડમિશનની લાલચે પોરબંદરની વિદ્યાર્થિનીઓ 56000માં છેતરાઈ

ABOUT THE AUTHOR

...view details