પોરબંદરમાં આવેલા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ માતા સાથે પુત્રનો ઝઘડો થયો હતો. પુત્રએ માતાને ધોકા વડે માર મારતા ગંભીર હાલતમાં જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેના માતા મોતને ભેટ્યા હતા. ઘરની આજુબાજુમાં રહેતા લોકોનું કહેવું છે કે પુત્ર માનસિક રીતે અસ્થિર હોવાના કારણે માતાની હત્યા કરી નાખી છે.
પોરબંદર:કોઇ સંતાન તેના માતા-પિતા માટે હેવાન ના જ બની શકે, પરંતુ ગુસ્સો ઘણી વખત ના કરવાનું કરાવી બેસે છે. પોરબંદરમાં પુત્ર માનસિક રીતે અસ્થિર હોવાના કારણે માતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં નીપજ્યું માતાનું મોત પુત્ર પોલીસના સકંજામાં પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામે રેલ્વે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા એક મહિલા અને તેના પુત્ર વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો. પુત્રએ ઉશ્કેરાઈ જતા 70 વર્ષીય મહિનાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે પુત્રને પકડવાની કામગીરી હાથ ધરી છે.
માતાને મોત ને ઘાટ ઉતારનાર પુત્ર રાજુ વડોલિયા પર માતાની હત્યાનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. રાજુ વડોલીયા પોલીસ સકંજામાં છે. માતાના પોસ્ટમોટમ રિપોર્ટ જામનગરથી આવે પછી આગાળની કાર્યવાહી હાથ ધરાશે"-- (રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી ડી જાદવ)
મૃત્યુ નીપજ્યું: માતા-પિતાની સેવા દીકરાના કરે તો કોણ કરે ધાર્મિક કે સામાજિક મેળાવડાઓમાં માતાની સેવા કરવી તેવા સંદેશો અપાય છે. ત્યારે વર્તમાન સમયમાં કળયુગ ચાલી રહ્યો છે. તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સગા પુત્રે જ તેની જનેતાને મોતને ઘાટ ઉતારી છે. રાણાવાવની લક્ષ્મીબેન ગંગાભાઈ વાડોલીયા નામના 70 વર્ષની મહિલા તેના સગા પુત્ર રાજુ સાથે રહેતા હતા. છૂટક મજૂરી કરી જીવન ગુજારતા હતા. ગઈકાલે કોઈ કારણોસર બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પુત્ર રાજુએ ઉશ્કેરાટમાં માતાના માથાના ભાગે ધોકા વડે ઈજા કરતા માતાની ગંભીર હાલત બની હતી. આ ગંભીર હાલતમાં માતાને જામનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પુત્ર અસ્થિર મગજનો: આસપાસના લોકોના જણાવ્યા અનુસાર મૃતક મહિલા લક્ષ્મીબેનનો પુત્ર રાજુ માનસિક રીતે અસ્થિર છે. બાર વર્ષ પહેલા તેની પત્ની પણ તેને છોડી જતી રહેલી છે. જેના કારણે તેઓ સામાન્ય બાબતે ઝઘડો કરતા રહે છે. અન્ય લોકો સાથે પણ ઝઘડા કરતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. માતા પુત્ર છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા.પોલીસે પુત્રને પકડવાની કામગીરી કરી રહી છે.