- કોરોનાકાળામાં ડોક્ટર્સ કરી રહ્યા છે સેવા
- પોરબંદરમાં કોરોના વોરીર્યરસને કરવામાં આવ્યા સન્માનિત
- મહામારી દરમિયાન અનેક ડોક્ટર્સએ જીવ ગુમાવ્યા
પોરબંદર: કોરોનાકાળ (Coronal period) માં ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફે દિવસ-રાત જોયા વગર સેવા કરી રહ્યા છે. આ મહામારીમાં કેટલાય ડૉક્ટર્સએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સેવાને બિરદાવવા ડૉ. સિદ્ધાર્થસિંહ જાડેજા અને તેમના ધર્મપત્નિ બેન ડો.પ્રીતિ બેન જાડેજા અને તેમની ટીમનુ રવિવારે સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન કરવામાં આવ્યું
રવિવારે શનીદેવ હાથલા મંદિરના પુજારી ચિરાગપુરી , શૈલેષ પરમાર,ભાવેશપુરી , દિલીપભાઈ ,મધુબેન ગોસ્વામી બિંદીયાબેન ગોસ્વામી,વીનેશ ગોસ્વામી , મનોજ પંડયા મુકેશ હોદાર હસ્તે ફુલ ગુચ્છ સાલ ભગવા ખેશ દ્વારાઅભિવાદન સન્માનીત કરવામાં આવ્યા હતા. માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતા કઠીન કોરોના સંકટમાં બીજાના જીવ બચાવવા કોરોના કાળમાં સગપણ સતા સંપતિ સ્વજનો પણ દૂર રહી પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી દિવસ- રાત જોયા વગર વધુને વધુ મહામુલી માનવ જિંદગી આ તબીબ દંપતી અને સ્ટાફ ના લોકો એ બચાવી છે.