પોરબંદર : જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારના રોજ પોરબંદર જિલ્લામાં 4 નવા પોઝિટિવ કેસ નોંધાય છે, જ્યારે કુલ 03 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 67 લોકોના મોત થયા છે.
પોરબંદર કોરોના અપડેટ : 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા - corona
પોરબંદરમાં આજે કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે અત્યાર સુધી માં કુલ 707 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
Porbandar Corona Update
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 707
- કુલ સક્રિય કેસ - 34
- કુલ ડિસ્ચાર્જ - 606
- કુલ મોત -67
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 34 દર્દી છે. જેમા 14 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે 01 દર્દી તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 12 દર્દીઓ તથા પોરબંદર જિલ્લાથી કરવામાં આવેલા હોમ આઇસોલેશનમાં 05 દર્દી અને અન્ય જિલ્લામાંથી કરવામાં આવેલા હોમ આઇસોલેશન 00 દર્દી તથા સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.