પોરબંદરઃજિલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 673 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. શહેરની જલારામ કોલોનીમાં રહેતા 54 વર્ષના પુરુષ તથા છાયામાં રહેતાં 69 વર્ષના પુરુષ અને 32 વર્ષના પુરુષ તથા જીન પ્રેસમાં રહેતાં 65 વર્ષના મહિલા અને રાણા વડવાળા ગામે રહેતા 60 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આજરોજ કુલ 07 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે કોરોના કારણે એકનું મોત થયું છે. આથી અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો 64 સુધી પહોંચ્યો છે.
પોરબંદરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, 1નું મોત - ગુજરાત કોરોના
પોરબંદરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. આથી કોરોના કેસનો આંકડો 673 પર પહોંચ્યો છે. તેમજ એક મોત સાથે કોરોનાથી થયેલા મોતનો આંકડો 64 પર પહોંચ્યો છે.
porbander corona
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 47 દર્દી છે. જેમાં 22 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે, કોવિડ કેર સેન્ટર ખાતે 00 દર્દી તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 18 દર્દીઓ તથા પોરબંદર જિલ્લાથી કરેલા હોમ આઇસોલેશનમાં 05 દર્દી અને અન્ય જિલ્લામાંથી કરેલા હોમ આઇસોલેશન 00 દર્દી તથા સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.