ગુજરાત

gujarat

By

Published : Sep 5, 2020, 7:56 PM IST

ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટ: વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં સતત કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શનિવારના રોજ કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10 કોરોના દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે પોરબંદર જિલ્લામાં કુલ 485 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Porbandar Corona Update
પોરબંદર કોરોના અપડેટ

પોરબંદરઃ જિલ્લામાં તારીખ 05 સપ્ટેમ્બર, શનિવારના રોજ 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 485 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાએ 44 લોકોનો ભોગ લીધો છે.

પોરબંદર કોરોના અપડેટ

પોરબંદરમાં ખીજદળ ગામમાં રહેતા 51 વર્ષીય પુરૂષ, છાંયામાં રહેતા 58 વર્ષીય પુરૂષ અને સુભાષ નગરમાં રહેતા 74 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારના રોજ પોરબંદર જિલ્લામાંથી 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પોરબંદર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 485
  • કુલ સક્રિય કેસ - 38
  • કુલ ડિસ્ચાર્જ - 403
  • કુલ મૃત્યુ - 44

પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 38 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે- 13, કોવિડ કેર સેન્ટર ખાતે- 01, અન્ય જિલ્લા રાજ્ય ખાતે- 20, હોમ આઇસોલેશન ખાતે 0, અન્ય જિલ્લા ખાતે કરવામાં આવેલા હોમ આઇસોલેશન 03 દર્દી તથા સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.

ABOUT THE AUTHOR

...view details