ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટઃ 15 પોઝિટિવ કેસ નોંધાયા, 3ના મોત - three death

પોરબંદરમાં 1 સપ્ટેમ્બર 2020ના રોજ 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 470 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 3 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 40 થયો છે.

porbandar corona update
પોરબંદર કોરોના અપડેટઃ 15 પોઝિટિવ કેસ નોંધાયા, 3ના મોત

By

Published : Sep 1, 2020, 9:27 PM IST

પોરબંદર: જિલ્લામાં 1 સપ્ટેમ્બર 2020ના રોજ 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 470 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 3 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 40 થયો છે.

પોરબંદરના જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા 46 વર્ષના પુરુષને, કુતિયાણામાં રહેતા 22 વર્ષના પુરુષ, તથા 55 વર્ષના પુરુષને અને છાયામાં રહેતા 39 વર્ષના પુરુષને આ ઉપરાંત ઝવેરી બંગલોમાં રહેતા 54 વર્ષના મહિલાને, રોજીવાડામાં 60 વર્ષની મહિલાને અને પોરબંદરની 60 વર્ષની મહિલાને તથા ખાપટમાં રહેતા 49 વર્ષના પુરુષને, બોખીરામાં રહેતા 60 વર્ષના પુરુષને અને ભાવસિંહજી હોસ્પિટલ રોડ પર રહેતા 33 વર્ષના મહિલાને તથા જૂનો કુંભાર વાડામાં 62 વર્ષના પુરુષને, રાણાવાવમાં રહેતા 35 વર્ષના પુરુષને, ખારવાવાડમાં રહેતા 50 વર્ષના મહિલાને અને રાણાવાવ ભોલા દરમાં રહેતા 24 વર્ષના પુરુષને અને પાલખડા ગામે રહેતા 40 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. સાથે જ ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 54 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 29 કોવિડ કેર સેન્ટર ખાતે 1 તથા અન્ય જિલ્લા રાજ્યમાં 19 હોમ આઇસોલેશનમાં 02 અન્ય જિલ્લા ખાતે કરેલ હોમ આઇસોલેશન 0 તથા પેન્ડીંગ રિપોર્ટ 03 છે.

ABOUT THE AUTHOR

...view details