પોરબંદર: શહેરમાં 25 ઓગસ્ટના રોજ નવા 10 કોરોના કેસ નોંધાયા છે. જે અંતર્ગત, લિબર્ટી રોડ પર રહેતા 26 વર્ષના મહિલા, દેગામમાં રહેતા 52 વર્ષના પુરુષ, પોરબંદરના વિસાવાડા ગામમાં રહેતી 25 વર્ષની મહિલાને તથા રોકડિયા હનુમાન વિસ્તારમાં રહેતા 50 વર્ષના પુરુષ અને છાયા ગાયત્રી નગરમાં રહેતા 60 વર્ષના પુરુષ, પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા 57 વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
પોરબંદર: કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, 26 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે દરેક જિલ્લા ઉપરાંત શહેર અને ગામડાઓમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે, પોરબંદરમાં મંગળવારના રોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોરબંદરમાં અત્યાર સુધી પોઝિટિવ કેસની સંખ્યા 409 પર પહોંચી છે.
આ ઉપરાંત પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતી 26 વર્ષની મહિલાને તથા છાયા રબારી કેડામાં રહેતા 37 વર્ષના પુરુષ, 40 વર્ષના પુરુષ ને તથા કડિયા પ્લોટમાં રહેતા 45 વર્ષના પુરુષ ને કોરોના પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરમાં મંગળવારના રોજ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કારણે 28 દર્દીઓના મોત થયા છે. હાલ પોરબંદરમાં 94 કોરોના પોઝિટિવ એક્ટિવ દર્દીઓ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 37, કોવિડ કેર સેન્ટર ખાતે 14 અન્ય જિલ્લા રાજ્ય ખાતે 37 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.