પોરબંદરઃ જિલ્લામાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં પોરબંદરના લાતી બઝાર નવાપરામાં રહેતા 43 વર્ષના મહિલાને કોરોના સહિત અન્ય ગંભીર બીમારીના કારણે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોરબંદરમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 281, મૃત્યુઆંક 18 થયો - Gujarat Corona News
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 281 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુની સંખ્યા 18 થઈ છે.
આ ઉપરાંત પોરબંદની કોલોનીમાં રહેતા 30 વર્ષના એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 281 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પોરબંદરના 278, છાયાના 14, રાણાવાવના 14 અને કુતિયાણાના 15 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.
પોરબંદરમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો 18 થયો છે. પોરબંદરમાં હાલ કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ દર્દીઓ 95 જેમાં કોવિડ હોસ્પિટલ ખાતે 33 કોવિડ કેર સેન્ટર ખાતે 15 અને અન્ય જિલ્લાની હોસ્પિટલમાં 13 હોમ આઇસોલેશન ખાતે 10 તથા સ્ટેટ્સ ખબર ન હોય તેવા 24 કેસ મળી કુલ 95 દર્દીઓ છે.
અત્યારે આઇસોલેશન વોર્ડમાં 33 અને સેમી આઇસોલેશન વોડમાં 21 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પોરબંદરમાં જાહેરમાં માસ્ક ન પહેરવાના અને જાહેર આ થુંકવાના કુલ 129 કેસ નોંધાયા છે. જેમાંથી 71, 500 ની રકમની વસુલાત કરવામાં આવી છે.
પોરબંદર ડિસ્ટ્રીક્ટ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં સરકારી સ્થળે 72 અને ખાનગી સ્થળે 5 વ્યક્તિઓ છે. હોમ ક્વોરેન્ટાઇનમાં 1268 વ્યક્તિઓ છે.
આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેમાં 1,372 લોકોનું સર્વે કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટ્રી પોઈન્ટ પર 5,584 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.